ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે તો આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને ત્રીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે
. ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 તારીખથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદ પડશે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.