PM મોદીને મારી નાખવાની ધમકી મળી:મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો; વડાપ્રધાનને 6 વર્ષમાં ત્રણ ધમકીઓ મળી - At This Time

PM મોદીને મારી નાખવાની ધમકી મળી:મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો; વડાપ્રધાનને 6 વર્ષમાં ત્રણ ધમકીઓ મળી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોદીને 6 વર્ષમાં ત્રણ ધમકીઓ મળી 2023: હરિયાણાના એક વ્યક્તિએ વીડિયો વાઇરલ કરતી વખતે મોદીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. વીડિયોમાં યુવકે પોતાને હરિયાણાનો બદમાશ અને સોનીપતના મોહના ગામનો રહેવાસી ગણાવ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું હતું કે જો વડાપ્રધાન મોદી મારી સામે આવશે તો હું તેમને ગોળી મારી દઈશ. 2022: પીએમ મોદીને ઝેવિયર નામની વ્યક્તિએ ધમકી આપી હતી. ઝેવિયરે કેરળ બીજેપી અધ્યક્ષ કે. સુરેન્દ્રનને મોકલેલા પત્રમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા લખવામાં આવ્યું હતું- મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે. તે સમયે PM કેરળના પ્રવાસે જઈ રહ્યા હતા. બાદમાં પોલીસે ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. 2018: મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિએ તેના ફેસબુક પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય ગણાવતા તેણે દેશનાં પાંચ મોટાં શહેરોમાં વિસ્ફોટ કરવાની વાત કરી હતી. આ વ્યક્તિએ પ્રતિબંધિત સંગઠન ISISના ઝંડાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી SPGના ખભા પર
દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGની છે. વડાપ્રધાનની આસપાસનું પ્રથમ સુરક્ષા વર્તુળ માત્ર SPG જવાનોનું બનેલું છે. પીએમની સુરક્ષામાં લાગેલા આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે MNF-2000 એસોલ્ટ રાઈફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર જેવાં આધુનિક હથિયારો છે. વડાપ્રધાનના પ્રવાસનો પ્રોટોકોલ શું છે?
PMની રાજ્યની મુલાકાત દરમિયાન, 4 એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે- SPG, ASL, રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટ. એડવાન્સ સિક્યોરિટી લાયઝન ટીમ (ASL)ને વડાપ્રધાનની મુલાકાત સંબંધિત દરેક માહિતી સાથે અપડેટ કરવામાં આવે છે. ASL ટીમ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના સંપર્કમાં રહે છે. કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ ASLની મદદથી વડાપ્રધાનની મુલાકાત પર નજર રાખે છે. PMની મુલાકાત દરમિયાન રૂટ અને સ્થળની સુરક્ષા સંબંધિત નિયમો સ્થાનિક પોલીસ નક્કી કરે છે. છેલ્લે, તે SPG અધિકારીઓ છે જે પોલીસના નિર્ણયો પર નજર રાખે છે. કેન્દ્રીય એજન્સી ASL વડાપ્રધાનના સ્થળ અને રૂટની સુરક્ષા તપાસ કરે છે. આ સાથે SPG PMની નજીક આવતા લોકો અને PMની આસપાસની સુરક્ષાનું ધ્યાન રાખે છે. સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ સાથે મળીને કામ કરે છે. વડાપ્રધાનની હવાઈ મુસાફરી દરમિયાન પ્રોટોકોલ શું છે?
જો વડાપ્રધાન હેલિકોપ્ટરથી કોઈપણ કાર્યક્રમમાં જવાના હોય તો કોઈપણ ખાસ પરિસ્થિતિ માટે ઓછામાં ઓછો એક વૈકલ્પિક માર્ગ તૈયાર રાખવાનો નિયમ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પીએમની મુલાકાત પહેલાં આ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરે છે. આ રૂટ પર સુરક્ષા તપાસના રિહર્સલ દરમિયાન, SPG, સ્થાનિક પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને ASL ટીમના અધિકારીઓ ભાગ લે છે. જામર સાથેનું વાહન પણ કાફલા સાથે આગળ વધે છે. તેઓ કોઈપણ રેડિયો કંટ્રોલ અથવા રિમોટ કંટ્રોલ ડિવાઇસને રસ્તાની બંને બાજુએ 100 મીટરના અંતર સુધી જામ કરે છે, આમ રિમોટ કંટ્રોલ બોમ્બ અથવા IEDને વિસ્ફોટ કરતા અટકાવે છે. PM મોદીની સુરક્ષા પાછળ એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર દરરોજ એક કરોડ 62 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ 2020માં સંસદમાં આપવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમણે લોકસભામાં કહ્યું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG માત્ર વડાપ્રધાનને જ સુરક્ષા આપે છે. 1981 પહેલાં ભારતના વડાપ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનરની હતી. આ પછી સુરક્ષા માટે STFની રચના કરવામાં આવી હતી. 1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી અને 1985માં સ્પેશિયલ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટની રચના કરવામાં આવી હતી. ત્યારથી તેઓ વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. PM મોદી સંબંધિત આ સમાચાર પણ વાંચો... ‘મહારાષ્ટ્રએ પુરવાર કરી દીધું- એક હૈ તો સેફ હૈ’: મોદીએ કહ્યું- પરિવારવાદ હાર્યો, કોંગ્રેસનો અર્બન નક્સલવાદ ભારત સામે પડકાર મહારાષ્ટ્ર ચૂંટણીમાં મોટી જીત નોંધાવ્યા બાદ બીજેપી હેડક્વાર્ટર પહોંચેલા પીએમ મોદીએ કહ્યું- મહારાષ્ટ્ર દેશનું છઠ્ઠું રાજ્ય છે જેણે સતત ત્રણ વખત ભાજપને જનાદેશ આપ્યો છે. અમે ગોવા, ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા અને એમપીમાં સતત ત્રણ વખત જીત્યા છીએ. બિહારમાં પણ એનડીએને સતત ત્રણ વખત જનાદેશ મળ્યો છે. મોદીએ કહ્યું- મહારાષ્ટ્રએ ખુરશી ફર્સ્ટવાળાઓને નકારી કાઢતા પુરવાર કરી દીધું છે કે એક હૈ તો સેફ હૈ. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.