યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદી રશિયા પહોંચ્યા:ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું; રશિયન સેનાએ રાષ્ટ્રગીતની ધૂન વગાડી - At This Time

યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદી રશિયા પહોંચ્યા:ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું; રશિયન સેનાએ રાષ્ટ્રગીતની ધૂન વગાડી


PM મોદી 5 વર્ષ બાદ રશિયા પહોંચ્યા છે. મોસ્કોના વનુકોવો-2 ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રશિયન સેનાએ ભારતીય રાષ્ટ્રગીતની ધૂન વગાડી હતી. મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. બંને દેશો વચ્ચે વાર્ષિક કોન્ફરન્સ વર્ષ 2000માં શરૂ થઈ હતી. યુક્રેન યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે જાય તેવો આ પ્રથમ પ્રસંગ હશે. આ પહેલા તેઓ 2019માં રશિયા ગયા હતા. મોદી અને વ્લાદિમીર પુતિનની છેલ્લી મુલાકાત 2022માં ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદમાં SCO સમિટ દરમિયાન થઈ હતી. 2023માં ભારતમાં આયોજિત G-20 સંમેલનમાં પુતિન આવ્યા નહોતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.