દિલજિત દોસંઝના કોન્સર્ટમાં PM જસ્ટિન ટ્રુડોની સરપ્રાઇઝ વિઝિટ:કેનેડામાં છવાયો પંજાબી સિંગર, કોન્સર્ટ સોલ્ડ-આઉટ; સિંગરે કહ્યું- PM ઈતિહાસ સર્જાતો જોવા આવ્યા છે
દિલજિત દોસાંઝ એક પોપ્યુલર ગ્લોબલ આર્ટિસ્ટ બનવા જઈ રહ્યા છે. વિકએન્ડમાં દિલજિતે કેનેડાના ટોરંટોમાં પર્ફોર્મ કર્યું હતું. અને તેઓ રૉજર્સ સેન્ટરમાં સોલ્ડ આઉટ કરનાર પ્રથમ પંજાબી આર્ટિસ્ટ હતા. એને લઈને તેમને અભિનંદન આપવા અચાનક જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દિલજિતને મળવા પહોંચ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ દિલજિત સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. પીળા રંગનો શર્ટ અને લાલ પાઘડી પહેરેલા દિલજિત ટ્રુડ્રો સાથે હાથ મેળવતાં નજરે પડ્યા હતા. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દિલજિત સાથે પોઝ આપ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દિલજિત સાથેની તસવીરો શેર કરી છે. પીળો શર્ટ અને લાલ પાઘડી પહેરેલ દિલજિત ટ્રુડો સાથે હાથ મિલાવતા જોવા મળે છે. ટ્રુડોએ તસવીર સાથે લખ્યું, 'દિલજિત દોસાંજને તેના શો પહેલાં શુભકામનાઓ' તેમણે જણાવ્યું કે કેનેડા એક મહાન દેશ છે. જ્યાં પંજાબથી આવેલો એક યુવક પણ ઈતિહાસ સર્જી શકે છે અને સ્ટેડિયમની ટિકિટોને સોલ્ડ આઉટ કરી શકે છે. વિવિધતા માત્ર અમારી શક્તિ નથી, પરંતુ અમારો સુપરપાવર છે. દિલજિતે વીડિયો શેર કર્યો
દિલજિતે પોતાના શો પહેલા જ ટ્રુડો સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ટ્રુડો દિલજિતના આખા ગ્રૂપ સાથે ડાન્સ અને પર્ફોમન્સ નિહાળતાં નજરે પડ્યા હતા. આ સાથે જ તેમણે દિલજિતની ટીમને ચિઅર્સ કર્યું હતું અને પોઝ આપતાં જોવા મળ્યા હતા. દિલજિતે પણ વડાપ્રધાન ટ્રુડો સાથેનો વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે વિવિધતા કેનેડાની શક્તિ છે. વડાપ્રધાન ટ્રુડો ઈતિહાસ સર્જાતો જોવા આવ્યા હતા. અમે રૉજર્સ સેન્ટર પર સોલ્ડ આઉટ છીએ. દિલજિતે હાલમાં જ તેમણે જિમ્મી ફેલનના 'ધ ટુનાઈટ શો' પર પર્ફોર્મ કર્યું હતું. જે એક ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ માનવામાં આવે છે. દિલજિતે કોચેલામાં પણ પર્ફોર્મ કર્યું હતું. આ સાથે જ નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર તેમની પંજાબી ફિલ્મ જટ્ટ એન્ડ જુલિયટ 3 ધમાલ મચાવી રહી છે. દિલજિતનો ઇન્ટરનેશનલ સ્વેગ
તમને જણાવી દઈએ કે દિલજિત ખૂબ જ લોકપ્રિય ગ્લોબલ આર્ટિસ્ટ બની રહ્યો છે. તાજેતરમાં તેણે જીમી ફેલોનના 'ધ ટુનાઈટ શો'માં પર્ફોર્મ કર્યું હતું, જે એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માનવામાં આવે છે. દિલજિતે કોચેલ્લામાં પણ પર્ફોર્મ કર્યું હતું અને તેની પંજાબી ફિલ્મ 'જટ્ટ એન્ડ જુલિયટ 3' નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'જટ્ટ એન્ડ જુલિયટ 3'ની વાત કરીએ તો નીરુ બાજવા સાથેની દિલજિત દોસાંજની આ ફિલ્મે 15 દિવસમાં 86 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. અત્યારસુધીમાં, દિલજિતની ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3' પછી ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે રૂ. 100 કરોડનો ટાર્ગેટ વટાવી ચૂકી છે અને નંબર 1 ભારતીય પંજાબી ફિલ્મ બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.