રૈયાચોકડી પાસે વૃદ્ધ બે-ભાન મળ્યા: મારમારી લુંટ ચલાવ્યાનો પુત્રનો આક્ષેપ
રાજકોટ રૈયા ચોકડી પાસેથી વૃદ્ધ બે-ભાન હાલતમાં મળતાં તેમને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. બનાવમાં વૃદ્ધને મારમારી લૂંટ ચલાવ્યાનો પુત્રએ આક્ષેપ કરતો પોલીસે તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ મુળ સાયલાના વતની અને હાલ ગોપાલ ચોક પાસે બાલમુકુંદ સોસાયટી-1માં મંદિરની સામે રહેતાં મેરાભાઈ નાનુભાઈ સભાડ (ઉ.વ.80) ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે રૈયા ચોકડી પાસે બે-ભાન હાલતમાં પડેલ હોય જેથી ત્યાં એકઠા થયેલ લોકોએ વૃદ્ધના પુત્રને જાણ કરી સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.વધુમાં બનાવ અંગે બે-ભાન થયેલ વૃદ્ધના પુત્ર રામભાઈએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં તેઓ પોતાના વતન સાયલા ગયા હતાં. જયાંથી તેઓને તેમના ભાઈ 11 વાગ્યે સાયલા ચોકડીએથી રાજકોટ આવવા બેસમાં બેસાડયા હતાં. બાદમાં તેઓ હોસ્પિટલ નજીક કયાંક ઉતાર્યા હોય શકે અને ત્યાંથી રીક્ષામાં રૈયા ચોકડી આવ્યો હોય ત્યારે રસ્તામાં કોઈએ તેમને મારમારી ઈજા પહોંચાડી તેમના ખીસ્સામાં રહેલી રૂ7 હજારની લુંટ ચલાવ્યાનો આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.