મોડાસા ૧૪ કૉલેજો નો કેમ્પસ રમતોત્સવ યોજાયો
અરવલ્લી જિલ્લા નું શિક્ષણ તરીખે જેનું નામ છે તેવી મોડાસા મ. લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ નો સ્થાપના દિવસ નિમિતે ૧૪ જેટલી કોલેજો મો અલગ અલગ સ્પર્ધાઓ સાથે કૉલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કેમ્પસ રમતોત્સવ નું આયોજન સાયન્સ કૉલેજ. બી. એડ. કૉલેજ ના સહયોગ થી કેમ્પસ રમતોત્સવ ના ઉદઘાટન પ્રસંગે મંડળ ના ઉપપ્રમુખ અને સાયન્સ કૉલેજ ના પ્રભારી મંત્રી સુભાષભાઇ શાહ. સાયન્સ કૉલેજ ના પ્રિન્સીપાલ ડો.કે. પી. પટેલ. બી. એડ કૉલેજ ના પ્રિન્સીપાલ ડો.બિપીનભાઈ પટેલ. આર્ટ્સ કૉલેજ ના પ્રિન્સીપાલ ડો. દીપકભાઈ જોષી. ઉત્તર ગુજરાત યુનવર્સિટી ના સેનેટ મેમ્બર શૈલેષભાઇ પટેલ. ડો. પિયુષભાઈ સિંગ ઉપસ્થિત રહી રમતોત્સવ ને ખુલ્લો મૂક્યો હતો. આ રમતોત્સવમો એથલેટિક્સ. ટેબલટેનિસ. ચેસ. કબડ્ડી. યોગા. જેવી રમતો મો મંડલ સંચાલીત ૧૪ કૉલેજમોંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો ત્રણ દિવસ ના રમતોત્સમાં વિઘાર્થીઓ - વિદ્યાર્થીનીઓ એ ઉત્કૃષ્ટ કૌશલ્યો બતાવ્યા હતાં સાથે કૉલેજોના સ્ટાફ માટે પણ રમતો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો મો વિજેતા ખેલાડીઓને મંડળ ના સ્થપાના દિવસ ૨૩ ફેબ્રુઆરી નાં રોજ મંડળ તરફ થી તમામ વિજેતા ખેલાડીઓને ઇનામ આપી સન્માન કરાશે આ રમતોત્સ નું સુંદર આયોજન કૉલેજ ના પી. ટી. આઇ રાજેશ ખરાડી. રાકેશ મહેતા. ચંદ્રેશભાઇ રાઠોડસાથે સાયન્સ કૉલેજ એન. સી. સી ના કેડેટ્સ ના સહયોગ થી ત્રણ દિવસ ના રમતો નું આયોજન કરાયું હતું જેમાં છેલ્લા દિવસે મંડળ ના ઉપપ્રમુખ મહેંદ્રભાઇ શાહે રમતવિરો ને પ્રોત્સાહિત કર્યા હતા સાથે કૉલેજ ના અઘ્યાપકો એ પણ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.