રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ઓફીસમાં જુગાર રમતાં ચાર ઝડપાયા
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્ષની ઓફિસમાં ચાલતા જુગરધામમાં દરોડો પાડી ચાર શખ્સોને રૂ.26 હજારના મુદ્દામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત અનુસાર,એલસીબી ઝોન 2 ના પીએસઆઇ આર. એચ. ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને જેન્તીગીરીએ મળેલ બાતમીના આધારે દરોડો પાડી રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસ નં. એફ-8માં જૂગાર રમતાં ચંદ્રેશ દેવા વાળા (રહે. આર્યશ્રી એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક), મહેન્દ્ર રતી ધકાણ (રહે. ચંદન પાર્ક, કોનાર્ક એપાર્ટમેન્ટ), રાજેશ મીઠા ખીમાણી (રહે. રેલનગર રાધીકા રેસિડેન્સી) તથા રમેશ બાઉ ઉનડકટ (રહે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે લક્ષમણ ટાઉનશીપ)ને પકડી લઇ રૂા. 13130 રોકડા અને મોબાઇલ ફોન મળી રૂા. 26 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.