મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટેનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે
એસ. આર. ટ્રસ્ટ ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ(એલીમ્કો) ની અધિકૃત ફેબ્રિકેટીંગ એજન્સી, રતલામ, મધ્ય પ્રદેશ તથા જિલ્લા વહીવટીતંત્ર મહીસાગરના ઉપક્રમે મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટે એસેસમેન્ટ કરીને કેમ્પના સ્થળે જ વિનામૂલ્યે પૂરા પાડવા અંગે કેમ્પનું આઓજન તા.૧૫/૦૨/૨૦૨૪ થી ૨૦/૦૨/૨૦૨૪ દરમ્યાન સવારના ૧૧.૦૦ કલાકેથી સાંજના ૦૪.૦૦ કલાક સુધી કરવામાં આવશે.
આ કેમ્પ લુણાવાડા તાલુકામાં પી. એન. પંડયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે તા. ૧૫-૦૨-૨૦૨૪, સંતરામપુર તાલુકામાં નગરપાલિકા હોલ ખાતે તા. ૧૬-૦૨-૨૦૨૪, કડાણા તાલુકામાં બી. આર. સી. ભવન ખાતે તા.૧૭-૦૨-૨૦૨૪, ખાનપુર(બાકોર) તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર,બાકોર ખાતે તા. ૧૮-૦૨-૨૦૨૪, વિરપુર તાલુકામાં બી. આર. સી. ભવન ખાતે તા.૧૯-૦૨-૨૦૨૪, બાલાસિનોર તાલુકામાં ઉર્જા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર, સેવાલીયા રોડ ખાતે ૨૦-૦૨-૨૦૨૪ ના રોજ યોજાશે તેથી જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગત ધરાવતા દિવ્યાંજનોને કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભ લેવા માટે જણાવવામાં આવે છે.
દિવ્યાંગજનોએ એસેસમેન્ટ કરાવવા માટે યુ. ડી. આઈ. ડી. કાર્ડ ( સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ૪૦ ટકા કે તેથી વધુની દિવ્યાંગત આવશ્યક છે. દિવ્યાંગત પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં), આવકનો દાખલો/ બી પી એલ યાદીનો દાખલો ( વાર્ષિક આવક ૧,૮૦,૦૦૦/થી ઓછી હોવી જોઈએ તેમજ આવકનો દાખલો તલાટીશ્રી/મામલતદારશ્રી/ધારાસભ્યશ્રી/સાંસદસભ્યશ્રી/સરપંચશ્રી દ્વારા આપવામાં આવેલ હોવો જોઈએ), રહેઠાણનો પુરાવામાં આધારકાર્ડ/ચુંટણી કાર્ડ/ ડ્રાઇવિંગ લાઈસન્સ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા દસ્તાવેજ પોતાની સાથે અવશ્ય લાવવા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.