ભાભર S.B.I. A.T.M. માંથી કાર્ડ બદલતો ચીટર ઝડપાયો - At This Time

ભાભર S.B.I. A.T.M. માંથી કાર્ડ બદલતો ચીટર ઝડપાયો


ભાભર માં S.B.I-A.T.M. માં કાર્ડ બદલાઇ જવાનો
કિસ્સો બનતાં ભોગ બનનાર ઇસમે ભાભર પોલીસને બોલાવીને એક શખ્સને રંગે હાથ પકડાવ્યો હતો
બનાવની હકીકત એવી જાણવા મળે છે કે ભાભર તાલુકાના રડકિયા ગામના અમરતભાઈ ભીખાભાઈ ચૌધરી પોતાનું બેંક ઓફ બરોડા નું A.T.M.કાર્ડ લઈ S.B.I ના A.T.M.માં નાણાં ઉપાડવા ગયા હતા કિર્ડ નો ઉપીયોગ કરવા છતાં નાંણા નહીં ઉપડતા બાજુમાં ઊભેલા એક અજાણ્યા ઇસમે અમરતભાઈને વિશ્વાસમાં લઈને નાણાં ઉપાડી આપવા કાર્ડ માગ્યું હતું અ અજાણ્યા ઈસમ કાર્ડનો ઉપયોગ કરી પૈસા નથી ઉપડતા તેવું જણાવી તે દરમિયાન તેની પાસેનું અન્ય A.t.M. કાર્ડ બદલીને અમરતભાઈ ને બીજું કોઈ કાર્ડ પકડાવી દીધું હતું
બાજુમાં ઉભેલા એક વ્યક્તિને શક પડતાં અમરતભાઈનું કાર્ડ ફરીથી એA.T.M.માં ચેક કરતા A.T.M. કાર્ડ અન્ય કોઈનું નામનું બતાવતું હતું આમ કાર્ડ બદલાઈ ગયેલુંજણાતાં અમરતભાઈ તથા બીજા એક ભાઈ સાથે બેંક ઓફ બરોડા ના A.T.M. માં તપાસ કરતા ત્યાં પેલો અજાણ્યો ઇસમ જોવા મળતા અમરતભાઈ એ પોલીસ ને બોલાવી અજાણ્યા ઈસમની તપાસ કરવા જણાવતા તે અજાણ્યા ઇસમ પાસેથી અમરતભાઈ નું કાર્ડ મળી આવ્યું હતું આમ એક A.T.M. કાર્ડનું ચીટીંગ કરનાર ડીસા તાલુકાના મુડેઠા ગામનો પરમાર સંજયભાઈ રમેશભાઈ ને ઝડપી લઇ ભાભર પોલીસ દ્રારા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે
9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.