સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાઇ રહેલ શતામૃત મહોત્સવમાં હવાઈ મુસાફરી સાથે હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા થાય તેવું કરાયું છે અનોખું આયોજન.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં અનેક વિધ કાર્યક્રમોના આયોજન સાથે વિશેષ હવાઈ મુસાફરી નું પણ કરાયું છે આયોજન જેમાં ભાવિક ભક્તો સામાન્ય શુલ્ક સાથે હેલીકોપ્ટર માં બેસી સમગ્ર સાળંગપુર ધામની પ્રદક્ષિણા દર્શન સાથે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ને પુષ્પ વર્ષા કરી રહ્યા છે.
હેલીકોપ્ટર મારફતે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ ને પુષ્પ વર્ષા તેમજ સાળંગપુર ધામના હવાઈ દર્શન કરવા ભાવિક ભક્તો સહ પરિવાર ઉત્સાહ સાથે હેલીકોપ્ટર મુસાફરી કરી રહ્યાં છે અને સાળંગપુર ધામના આકાશી દર્શન અને કિંગ ઓફ સાળંગપુર વિશાળકાય પ્રતિમાને પુષ્પ વર્ષા કરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે અને શતામૃત મહોત્સવ અંતર્ગત હવાઈ દર્શન અને પુષ્પ વર્ષાની જીવન ભરની યાદગીરી સાથે અનોખી લાગણી વ્યક્ત કરી રહ્યા છે, તો હેલીપેડ ખાતે ફાયર બ્રિગેડ ના જવાનો ફાયર ફાઈટર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એમ્બ્યુલન્સ સહિતની તમામ ઈમરજન્સી સેવા અને સુવિધાઓ પણ સ્થળ પર રાખવામાં આવી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.