ઇન્દ્રનીલે ચાલુ સભામાં કહ્યું: 'મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે', ભાજપના ચાબખા: 'કોંગી નેતાઓ તકવાદી સાધુઓ છે' - At This Time

ઇન્દ્રનીલે ચાલુ સભામાં કહ્યું: ‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે’, ભાજપના ચાબખા: ‘કોંગી નેતાઓ તકવાદી સાધુઓ છે’


ગુજરાતમાં ચૂંટણી પહેલાં માહોલ ગરમાયો છે. તેમાં પણ સૌરાષ્ટ્રની રાજનીતિ તો કાંઇ અલગ છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શહેરની એક સભાના સંબોધનમાં બોલેલું વાક્ય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પ્રચાર સભા દરમિયાન 'મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે. હું સોમનાથ ભક્તો સાથે બસમાં જાઉં કે અજમેર મુસ્લિમ સાથે ટ્રેનમાં જાઉં, બંનેમાં સરખી ખુશી મળે છે. મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે. જ્યારે તેઓ અલ્લાહ હુ અકબર બોલે છે એ સમયે સામે લોકો 'મહાદેવ હર બોલી રહ્યા છે' ત્યારે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ધર્મના નામે રાજકારણ શરૂ થયું છે. આ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ મીડિયાને કહ્યું હતું કે,' તેમનું કામ તકવાદી સાધુ જેવું છે,પોતાની કોઈ વિચારધારા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.