બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળો-2024નું આયોજન - At This Time

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળો-2024નું આયોજન


સરસ મેળામાં 51 જેટલા વિવિધ સ્ટોલ ખાતે અવનવી વસ્તુઓ ઉપલબ્ધ

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાથી મધનું વેચાણ કરવા આવેલા શ્રી દક્ષાબેન મહેતાએ વર્ણવ્યો પોતાનો અનુભવ

કૃષિ ક્ષેત્રે સરકારના સતત સહયોગથી ખેતીમાં નિત નવા આયામો ખેડૂતો સર કરી રહ્યા છે ત્યારે મધ એ આયુર્વેદિકની દ્રષ્ટિએ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે તેમજ હાલમાં દિન પ્રતિદિન તેની માગ વધી રહી છે. આવા ખેડૂતો તેમજ અન્ય ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમની વસ્તુઓના વેચાણ માટેનું માધ્યમ મળી રહે તે હેતુથી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારશ્રીના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળો-2024નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 51 જેટલા વિવિધ સ્ટોલ ખાતે અવનવી વસ્તુઓ ઉપલબ્ધ છે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાથી મધનું વેચાણ કરવા આવેલા શ્રી દક્ષાબેન મહેતાએ સરસ મેળો 2024 અંતર્ગત પોતાનો અનુભવ વર્ણવ્યો હતો દક્ષાબેને જણાવ્યું હતું કે, “અમારે પોતાનું મધ ઉછેર કેન્દ્ર છે. જુનાગઢ ખાતે મહાદેવ મધ ઉછેર કેન્દ્રમાં અમારી સખીમંડળની બહેનો કાર્ય કરી રહી છે અમે મધ અને તેની સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં હું નિયમિતપણે ભાગ લઉં છું. સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના મંદિર પરિસરમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના થકી અમને સારી આવક પ્રાપ્ત થાય છ, અને હું મારા પરિવારને આર્થિક રીતે ટેકો આપી શકું છો આવા સુંદર આયોજન બદલ હું સરકારનો ખૂબ જ આભાર માનું છું.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.