નવાગામથી માંડી નવા રીંગ રોડ સુધીમાં 213 પશુ પકડાયા
મહાનગરપાલિકાની ઢોર પકકડ ટીમ દ્વારા તા. 30-9 થી તા. 8-10 દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ 213 પશુઓ પકડવામાં આવ્યા છે. તાજેતરમાં જ ગાંધીગ્રામ વિસ્તારમાં એએનસીડી શાખા સાથે માલધારીઓની માથાકૂટની ઘટના બની હતી. પોલીસ કાર્યવાહી થઇ હતી અને માલધારીઓએ ફરી વસાહતની માંગણી કરી છે ત્યારે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ રહી છે.
શહેરના ભગવતીપરા પૂલ નીચે, પારેવડી ચોક, ન્યુ શક્તિ સોસાયટી, 56 ન્યુ ક્વાર્ટર, નવાગામ, આર.ટી.ઓ. પાછળ, નરસિંહનગર, મોરબી રોડ, સંતકબીર રોડ, સેટેલાઈટ ચોક પાસેથી ર0, 80 ફૂટ રોડ, અમુલ ઈન્ડસ્ટ્રીઝ, નવા થોરાળા, ખોડીયારપરા, આજી જી.આઈ.ડી.સી., રામનાથપરા, ગંજીવાડા પાસેથી 7, પરસાણાનગર, એરપોર્ટ દીવાલ, ભારતીનગર, વેલનાથ ચોક, સુન્દરમ સીટી, છોટુનગર, ગાંધીગ્રામ, જાગનાથ પ્લોટ, વાલ્કેશ્વર સોસાયટી, જીમખાના, લાખનો બંગલો મેઈન રોડ, ગૌતમનગર, સીનર્જી હોસ્પીટલ મેઈન રોડ પરથી 19 ઢોર પકડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મવડી રોડ, ટીલારા ચોક આગળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, ઠાકર ચોક, તાલુકા પોલિસ સ્ટેશન સામે, મુંજકા, ન્યુ 150 ફૂટ રીંગ રોડ, મોટામવા રોડ પરથી રર, રણુજા મંદિર, શીતળાધાર, કોઠારીયા સોલવન્ટ ફાટક, આજી ડેમ સર્વિસ રોડ, ગાર્બેજ સ્ટેશન, રસુલપરા પાસેથી ર1, વિનાયક વાટીકા, નવી કોર્ટ, ઘંટેશ્વર, એસ.આર.પી. કેમ્પ પાસેથી 7, સાધુવાસવાણી રોડ, મહિલા સ્વીમીંગ પુલ, ગોપાલ ચોક પાસેથી 14, રામનગર, ગીતાનગર, ખોડીયારનગર, ગોકુલધામ, રોલેક્ષ મેઈન રોડ, જંગલેશ્વર રોડ, દેવપરા, આનંદનગર પાસેથી ર1 મળી કુલ 213 પશુઓ પકડવામાં આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.