પરમાર્થ ના પાયા ઉપર મહેશભૂવા નો અનોખો લગોત્સવ યોજાશે સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવશે. ફુલેકુ સાયલેન્ટ  પ્રી- વેડિંગ ફોટો વિડીઓ ગ્રાફિ બંધ પક્ષીમાળા અને ચણપાત્ર થી મહેનનો સન્માન - At This Time

પરમાર્થ ના પાયા ઉપર મહેશભૂવા નો અનોખો લગોત્સવ યોજાશે સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવશે. ફુલેકુ સાયલેન્ટ  પ્રી- વેડિંગ ફોટો વિડીઓ ગ્રાફિ બંધ પક્ષીમાળા અને ચણપાત્ર થી મહેનનો સન્માન


પરમાર્થ ના પાયા ઉપર મહેશભૂવા નો અનોખો લગોત્સવ યોજાશે સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવશે. ફુલેકુ સાયલેન્ટ  પ્રી- વેડિંગ ફોટો વિડીઓ ગ્રાફિ બંધ પક્ષીમાળા અને ચણપાત્ર થી મહેનનો સન્માન

અમરેલી ના કુંકાવાવ ખજૂરી પીપળીયા માં અનોખો લગ્નોત્સવ સામાજિક સંરચના માં સુધારાવાદી સતત નાવીન્ય કરતો યુવાનો નો આદર્શ મહેશ ભુવા નો પરમાર્થ ના પાયા ઉપર અનોખા લગ્નોત્સવ યોજાશે આદર્શ દાંપત્ય જીવન ની શરૂઆત કરતા યુવાન મહેશ ભુવા ની કમાલ સર્વ વિદિત છે સોશ્યલ મીડિયા ના સકારાત્મક ઉપીયીગ થી રૂપિયા અઢી કરોડ થી વધુ ની રકમ સિદ્ધિ જ જરૂરિયાતમંદ લાભાર્થી પરિવારો ને પહોંચાડી સોશ્યલ મીડિયા એપ્સ ફેશબુક થી અનેકો ના (ફેશ) ચહેરા ઉપર સ્મિત લાવનાર ના મહેશભાઈ ભુવા સંગ પારુલ આસોદરિયા સાથે લગ્નોત્સવ આગામી તા.૫/૧૧/૨૨ ના રોજ પરણીય મહોત્સવ માં સમાજને નવા રાહ સાથે દાંપત્ય જીવનમાં માંડશે પગલા અમરેલી જીલ્લાના મોટી કુંકાવાવ તાલુકાના ખજૂરી પીપળીયા ગામનો વતની અને હાલ સુરત માં બેઠા બેઠા અઢારેય વરણ ને સાથે રાખીને સમાજની સેવામાં જોડાઈ સરળ જીવન જીવતો સોશિયલ મીડિયામાં લોખો ફોલોવર નું મોટું નેટવર્ક ધરાવતો અલગ જ જનુન અને જુસ્સા થી સેવારત રહેતો સુકલકડી કાયાધારી મહેશ ભુવા એ પોતા નો ગત જન્મદીન હોટલ માં કે કેક કાપી ને સેલિબ્રેશન કરવા ને બદલે હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સંસ્થા ની સ્થાપના કરી ઉજવ્યો હતો અને અત્રે પોતા ના પરણીય અવસર ને સેવામંત્ર બનાવી સમાજને એક પ્રેરણાત્મક ઉત્કૃષ્ઠ ઉદાહરણ સાથે નવા ક્રાંતિકારી પરિવર્તન ના રાહ સીંધવાના શુભ ઉદ્દેશ ની શરૂઆત પોતા નાથી કરી મહેશ ભુવા સંગ પારુલ આસોદરિયા ના શુભ લગ્નોત્સવ કારતક સુદ ૧૧ તા.૫/૧૧/૨૦૨૨ શનિવાર તુલસી વિવાહ ના શુભ દિવસે યોજી શુભ લગ્નોત્સવ ને વધુ દિપાવવા સેવાના અનેકો સંકલ્પો સાથે સેવાને જ મુખ્ય ઉદ્દેશ બનાવી આયોજન બદ્ધ રીતે અનોખો પરણીય પર્વ ઉજવશે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર (૧) સૌ પ્રથમ માતૃ પિતૃ પુજા અને પ્રદક્ષિણા સહવંદના કરવામાં આવશે (૨) શુભ લગ્નોત્સવ પ્રસંગ માં આવેલ તમામ મોંઘેરા મહેમાનશ્રી ઓને એક એક બર્ડ ફીડર અને ચણપાત્ર આપી માન સાથે સન્માનિત કરી શુભ આશીર્વચન મેળવશે (૩) આ શુભ લગ્નોત્સવ પ્રસંગમાં મહેશભાઈ ભુવા ને જે કંઈ ભેટ સોગાદ માં ચાંદલા સ્વરૂપે મળેલ રકમ સેવાના કાર્યમાં વાપરી યોગ્ય જરૂરીયાતમંદ વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે (૪)આ શુભ લગ્નોત્સવ પ્રસંગમાં મહેશભાઈ ના આમંત્રણ ને સ્વીકારી રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો ખજૂરી પીપળીયા પધારી "વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ" ના આશિષ પાઠવશે (૫) સમાજમાં લગ્નોત્સવમાં આવતા જરૂરીયાત વગર ના પ્રસંગો નો બહિષ્કાર કરવામાં આવશે કારણ કે બિનજરૂરી ખર્ચ પર કાબૂ મેળવવા મથતા નાના માં નાનો વ્યક્તિ આ રાહ પર ચાલશે જ તેવી નવીનતમ આશા છે જેમ કે (૬) દીકરાના લગ્નોત્સવમાં સાંજે કાઢવામાં આવતું ફુલેકું નો માત્ર નામશેષ.પાંચ વ્યક્તિ થી વધુ લોકો નહિ અને તે પણ માત્ર સાઈલેન્ટ(૭) લગ્નોત્સવ પહેલા ફેશન માટે કરવામાં આવતું પ્રી- વેડિંગ ફોટો , વિડીઓ ગ્રાફિ નો સંપૂર્ણપણે બહિષ્કાર(૮)લગ્નોત્સવ દરમ્યાન આવતી ગોતિળા ની વિધિનો સંપૂર્ણ બહિષ્કાર એક આદર્શ દાંપત્ય જીવન ની પરમાર્થ ના પાયા ઉપર પોતા ના ગૃહસ્થ ધર્મ ની શરૂઆત કરી સમસ્ત માનવ સમાજ ને પ્રેરણાત્મક સદેશ આપશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.