આદિજાતિ વિસ્તાર પોશીનાના સરહદી ગામ કલછાવાડ ખાતે “પ્રાકૃતિક કૃષિ”તાલીમ યોજાઇ
આદિજાતિ વિસ્તાર પોશીનાના સરહદી ગામ કલછાવાડ ખાતે "પ્રાકૃતિક કૃષિ"તાલીમ યોજાઇ
*********
આ તાલીમમાં શ્રી ધાન્ય અને શાકભાજીને ઉછેર પધ્ધતિ નું માર્ગદર્શન આપ્યું હતું.
********
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારના પોશીના તાલુકામાં સરહદી ગામ કલછાવાડ "પ્રાકૃતિક કૃષિ"ની તાલીમ યોજવામા આવી હતી. આ તાલીમમાં ખેડૂત ભાઇ-બહેનોને આત્મા પ્રોજેક્ટ અધિકારી/કર્મચારીઓ તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનરે પ્રાકૃતિક કૃષિ શું છે, તેનુ મહત્વ, તેનાથી થતા લાભો, પ્રાકૃતિક-કૃષિ ના વિવિધ આયામો જેવાકે બિજામૃત, જીવામૃત,ઘન-જીવામૃત,આચ્છાદન, વાપ્સા વિગેરે વિષે ખૂબ જ તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.
આ વિસ્તારમાં ખેડૂતોએ મોટે ભાગે હાઇબ્રીડ-કપાસ બિયારણનુ ઉત્પાદન કરવામાં આવે છે તેમા કેવા પ્રકારની કાળજી લેવી અને ખાસ કરીને રોગ-જીવાતના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વિગેરે બનાવવાની તેમજ તેને ઉપયોગ કરવાની પદ્ધતિ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ખેડૂતોને પોતાના ખેતરમાં મકાઈ, ઘઉં ઉપરાંત બાજરી,રાગી, કોદરા જેવા જાડા ધાન્ય પાકો અને શાકભાજીનું વાવેતર પ્રાકૃતિક પધ્ધતિ થી કરવા અને તેનો ઉપયોગ પરિવાર માં ખોરાક તરીકે કરવા સમજ આપી હતી.
આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ ખેતી નિયામક(તાલીમ) શ્રી વિ કે પટેલ, આત્મા-પ્રોજેક્ટ એ.ટી.એમ શ્રી નિધાનનભાઇ, રેખાબેન, વિસ્તરણ અધિકારી સંજયભાઇ, ગ્રામસેવક, એફ.એમ.ટી. અમરતભાઇ ઉપસ્થીત રહી ખેડૂતો તેમજ કર્મચારીઓ ઉત્સાહિત કર્યા.
[7/21, 5:57 PM] ABID. BHAI. ILOL. PRESS: તલોદ નગરપાલિકા વિસ્તારના ફાટક નં.૫૩(ટી)રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો
*************
તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર.૫૩ (ટી) રેલવે ઓવરબ્રિજ મંજુર થયેલ હોય રેલ્વે ઓવર બ્રિજની કામગીરી શરૂ થયેથી સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોએ વૈલક્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે મજરા ચોકડી થી પ્રાંતિજ તરફ તથા હરસોલ ચોકડીથી રખીયાલ વાવડી ચોકડી તરફનો રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. નાના વાહનો (લાઈટ વ્હિકલ) માટે વૈકલ્પિક રસ્તા તરીકે મહિયલ ચોકડીથી મહિયલ ગામમાં તલોદ કોલેજ થઈ કેશરપુરા પાટીયા થઈ તલોજ ટી.આર.ચોકડી તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રતિબંધિત વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
****************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.