રાજકોટમાં વધુ એક કોપીકેસ નોંધાયો : ધો.10નો વિદ્યાર્થી માઈક્રોકાપલી સાથે લઈ આવી ચોરી કરતો રંગેહાથ પકડાયો - At This Time

રાજકોટમાં વધુ એક કોપીકેસ નોંધાયો : ધો.10નો વિદ્યાર્થી માઈક્રોકાપલી સાથે લઈ આવી ચોરી કરતો રંગેહાથ પકડાયો


રાજકોટમાં વધુ એક કોપીકેસ નોંધાયો છે. ધો.10માં સામાજિક વિજ્ઞાનના પેપરમાં એક વિદ્યાર્થી સામે કોપીકેસ કરવામાં આવ્યો છે. માઈક્રો કાપલી સાથે લાવી તેમાંથી ચોરી કરતો હોવાથી ખંડ નિરીક્ષક દ્વારા તેને કાપલી સાથે પકડી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી સામે કોપીકેસ કરવામાં આવ્યો છે. વિદ્યાનિકેતન સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થી રાજન વિશ્વકર્મા માઈક્રો કાપલી લઈ આવી તેમાંથી ચોરી કરતો રંગેહાથ પકડાઈ ગયો હતો બાદમાં ખંડ નિરીક્ષક દ્વારા તેને કાપલી સાથે પકડી પાડવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.