ગુજરાતના તમામ વકીલોના હિતમાં એડવોકેટ વેલ્ફેર બિલ વિધાનસભામાં મૂકી પાસ કરવા ટિમ ગબ્બરની રજુવાત
ટિમ ગબ્બર ગુજરાત નામની સંસ્થા સમગ્ર ગુજરાતમાં કાર્ય કરતી સંસ્થા છે અમો ટિમ ગબ્બરની સંસ્થામાં જુદા જુદા શહેરના વકીલોનો સમાવેશ થાય છે. હાલમાં ટિમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને જુદા વકીલો દ્વારા રજૂઆતો મળેલ છે કે,આપણા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એક લાખથી વધુ વકીલો નોંધાયેલ છે અને તેઓને કોઈપણ પ્રકારની સરકાર દ્વારા સહાય આપવામાં આવતી નથી અમુક વકીલોની વકીલાતની પ્રેક્ટિસ પણ સારી ચાલતી ન હોય એડવોકેટ તરીકે નોંધાયા બાદ બીજો કોઈ ધંધો રોજગાર કરી શકાતો ન હોય ત્યારે ગુજરાતના વકીલોની હાલત કફોડી બની અને ખરાબ થઈ રહી છે અને દેશના વડાપ્રધાન ગુજરાતના હોય દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે મોસાળે લગ્ન હોય અને માં પીરસનાર હોય ત્યારે બાળક ભૂખ્યું ન રહે તેમ ગુજરાતના વકીલો પણ આ સંવેદનશીલ સરકાર પાસે કાંઈક અપેક્ષા રાખીને બેસેલ છે તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર બિલ મંજુર કરી વકીલાત કરતા એડવોકેટ સેવા નિવૃત થાય ત્યારે પંદર લાખ તથા કોઈ વકીલનું મૃત્યુ થાય તો આઠ લાખ રૂપિયા ચૂકવવાનું બિલ વિધાનસભામાં પાસ કરી ત્યાંના વકીલોને આવી સરાહનીય કામગીરી કરી સુવિધાઓ આપી શકતી હોય તો રાજસ્થાન કરતા આપણું ગુજરાત આર્થીક રીતે ખૂબ જ સમૃદ્ધ છે રાજસ્થાન કરતા ગુજરાતનો વિકાસ પણ વધુ હોય ત્યારે ગુજરાતના જ વકીલોને અન્યાય કેમ ..? તેવો પ્રશ્ન વકીલોમાં થઈ રહ્યો છે ત્યારે રાજસ્થાન સરકારની જેમ ગુજરાતના વકીલો માટે પણ એડવોકેટ વેલ્ફેર બિલ તાત્કાલિક તૈયાર કરી તેને વિધાનસભામાં મૂકી મંજુર કરવું જોઈએ તમામ વર્ગના લોકોને પેનશન પણ મળે છે ત્યારે ગુજરાતના લાખો વકીલો તથા તેમના પરિવારના હિતમાં એડવોકેટ વેલ્ફેર બિલ બનાવી તાત્કાલીક મંજુર કરી વકીલોને ન્યાય આપવા અમારી લોકઉપયોગી માંગ સાથેટિમ ગબ્બર ની રજુઆછે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.