હવે ST નિમગના કર્મચારીઓએ પડતર માગણીઓને લઈ સુત્રોચ્ચાર કર્યા, કાળી પટ્ટી ધારણ કરી સરકારનો વિરોધ કર્યો
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને વિરોધ પર ઉતરી આવ્યા છે. શિક્ષકો, આંગણવાડી વર્કરો, હોમગાર્ડ જવાનો અને હવે એસટી નિગમના કર્મચારીઓ પડતર માગણીઓને લઈને સરકારના વિરોધ પર ઉતરી આવ્યા છે. આજે રાજકોટ એસટી નિગમના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટના એસટી ડેપો બહાર કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ તમામ એસટી કર્મચારીઓ ઘંટનાદ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.