આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે મોરવા હડફ તાલુકાના મોજરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું કરાયું “ઈ-લોકાર્પણ”
લોકો માટે સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ આશીર્વાદ સમાન -ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર
ગોધરા
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે મધ્યગુજરાતમાં 81.95 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુર્હૂત અને લોકાર્પણ
પૈકી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોજરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું "ઈ-લોકાર્પણ"કરવામાં આવ્યું હતું. આ "ઈ-લોકાર્પણ" પ્રસંગે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત લોકોને ધારાસભ્યશ્રી દ્વારા આરોગ્ય વિભાગ થકી ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ,18 વર્ષ સુધીના બાળકોને ગંભીર રોગોની સામે મળતી મફત સારવાર તથા જન્મજાત ખામીવાળા બાળકોને આપવામાં આવતી સારવારની માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે તથા સરકારશ્રીની ચાલતી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા લોકોને આહવાન કર્યું હતું.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મહેશભાઈ આર.ચૌધરી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.પી.પરમાર, મોરવાહડફ તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ એસ.ભુરીયા દ્વારા આરોગ્ય સેવાઓ તેમજ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભો ગરીબ વિસ્તારના છેવાડાના વ્યકિત કંઈ રીતે લઈ શકે તે વિશે માહિતી આપી, આ યોજનાઓના લાભો તથા આરોગ્ય સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે લોકોને જણાવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.