સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હતા છતાં પેપર ફૂટી ગયું - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હતા છતાં પેપર ફૂટી ગયું


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હોવા છતાં પેપર ફૂટી ગયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
જોકે પેપર યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી લીક થયાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે ભક્તિનગરના PI સરવૈયાએ ખુદ યુનિવર્સિટીમાં જઈને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ છે.
તમને જણાવી દઇએ કે, BBA અને B.COMની પરીક્ષાના પેપર લીક થયા હતા. ત્યારે BCom સેમ-5ની પરીક્ષાને લઇને ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે BCom સેમ-5ની પરીક્ષા 18મી ઓક્ટોબરે યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે હવેથી પહેલાની માફક પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે. જોકે પરીક્ષાના લાઇવ CCTV યુનિવર્સિટીની સિસ્ટમમાં જ જોઈ શકાશે. CCTVની લાઈવ વ્યવસ્થા બાદ યુનિવર્સિટીએ રદ થયેલી B.COM સેમ 5ની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
યુનિવર્સિટીએ પેપર લીક થતા મહત્વનો નિર્ણય લીધો હતો. BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવેથી તમામ પરીક્ષાઓમાં પેપર QR કોડ સાથે કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં મોકલવાનો નિર્ણય લીધો છે એટલે કે હવેથી તમામ કોલેજોને પ્રશ્નપત્રો સોફટકોપીમાં મોકલવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.