ભગવતીપરામાં ધોળે દી’એ ચોરી કરનાર તરુણ સહિત બે પકડાયા - At This Time

ભગવતીપરામાં ધોળે દી’એ ચોરી કરનાર તરુણ સહિત બે પકડાયા


શહેરના ભગવતીપરા વિસ્તારમાં દસ દિવસ પહેલાં ધોળે દિવસે થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી તરુણ સહિત બેને ઝડપી લીધા છે. ભગવતીપરા વિસ્તારમાં આવેલા ગેબી સિલ્વર નામના ઇમિટેશનના કારખાનામાં ગત તા.10ના રોજ દિવસ દરમિયાન છ મોબાઇલ અને રૂ.10 હજારના રોકડની ચોરી થઇ હતી. જે બનાવની કારખાનાના માલિક કૈયુમ આશિફભાઇ કુરેશી નામના યુવાને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને પગલે પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવીમાં બે શખ્સ કેદ થયા હોય ફૂટેજના આધારે તપાસને આગળ ધપાવતા માલિયાસણ બાયપાસ નજીકના ઝૂંપડાં સુધીનું પગેરું નીકળ્યું હતું. બાદમાં ચોરીમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના અને હાલ અહીં ઝૂંપડામાં રહેતા લક્કી ભીંડી પોયલા અને એક તરુણને સકંજામાં લીધા હતા. પૂછપરછમાં બંનેએ ચોરી કર્યાની કબૂલાત આપી કુલ 10 મોબાઇલ અને રોકડા 10 હજાર મળી કુલ 77 હજારનો મુદ્દામાલ કાઢી આપ્યો હતો. કબજે કરેલા અન્ય મોબાઇલ કયાંથી ચોર્યા તેમજ વધુ ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.