ત્રણ મહિના પહેલાં સગાઈ કરનાર 20 વર્ષીય નર્સનો ઝેરી દવા પી આપઘાત
માધાપર ગામમાં ક્રાઈસ્ટ હોસ્પિટલ સામે રહેતી અને એચસીજી હોસ્પિટલની પૂર્વ નર્સ જયોતિ મકવાણાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, માધાપરમાં આવેલ ક્રાઈસ્ટ હોસ્પિટલની સામે રહેતી જ્યોતિબેન મોહનભાઇ મકવાણા (ઉ.વ.20) નામની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા અને સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યોતિ ચાર ભાઈ-બહેનમાં નાની હતી અને તેના પિતાનું એક વર્ષ પહેલાં અવસાન થયેલ છે. તેણી એચસીજી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.
દરમિયાન તેણીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેમની સાથે લગ્ન કરવા હોય જેથી પરિવારજનોએ રાજી ખુશીથી તેમની સાથે ત્રણ માસ પહેલાં સગાઈ પણ કરાવી દિધી હતી અને આગામી દિવાળી બાદ તેમના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યાં હતાં. જેથી તેણીને એક માસ પહેલાં નર્સની નોકરી પણ છોડાવી દિધી હતી અને ઘરે આરામ કરી પરીવાર સાથે રહેતી હતી. બનાવ અંગે પરીવાર પણ અજાણ હોય જેથી પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.