બાયડમાં આવેલ લાખેશ્વરી વિસ્તાર અને શ્રીનાથજી સોસાયટી પાણીથી જળબંબાકાર.
બાયડમાં આવેલો લાખેશ્વરી વિસ્તાર કેટલાય સમયથી પાણી ની સમસ્યા થી પરેશાન છે પણ બાયડ નગરપાલિકા થી આ વિસ્તાર માં પાણી ના નિકાલ નો કોઈ અંત આવતો દેખાતો નથી.. બાયડ નગર પાલિકા દ્વારા હમણાં ગટર લાઇન બનાવી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ જાણે એમાએ (*"સ્થિતિ જેસે થે*") જેવી જોવા મળે છે.લાખેશ્વરી વિસ્તાર માં અત્યારે ગટર માંથી પાણી આગળ તો જતુ કઈ દેખાતુ નથી અત્યારે લાખેશ્વરી વિસ્તારમાં ગંદુ લીલ વાળુ પાણી ઘર માં ફરી વળ્યા છે આવામાં ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે .લાખેશ્વરી વિસ્તાર ના લોકો ને ત્યાંથી બીજે સ્થળાંતર કરવાની ફરજ પડી છે.વરસાદ બંધ થતાં ત્યાં ગંદકી ના લીધે રોગચાળો પણ ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.આવામાં બાયડ નગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં લાખેશ્વરી વિસ્તારના લોકો માટે કાયમી પાણીના નિકાલ માટે કયા પગલાં ભરવામાં આવશે એ જોવું રહ્યુ.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.