ભગવાનની સુવર્ણ રજત તુલા કરવાનું કહી ધારીના સોની તથા મહંતને વિશ્વાસમાં લઇ સોના/ચાંદીના ઢાળીયા કિં.રૂ.૧૨,૩૫,૦૦૦/- ના છેતરપિંડીથી મેળવી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભગવાનની સુવર્ણ રજત તુલા કરવાનું કહી ધારીના સોની તથા મહંતને વિશ્વાસમાં લઇ સોના/ચાંદીના ઢાળીયા કિં.રૂ.૧૨,૩૫,૦૦૦/- ના છેતરપિંડીથી મેળવી ફરાર થયેલ આરોપીને
પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૦૭/૦૭/૨૦૨૩ નાં ધારી, સ્વામિનારાયણ મંદિરમાં શલેષ છગનભાઇ ઉંધાડ રહે.સુરત વાળો હરિભકત બનીને આવેલ અને ભગવાનને સુવર્ણ તથા રજત તુલા કરવાનું મંદિરના કોઠારી સ્વામીને કહેલ અને કોઇ મંદિર સંલગ્ન સોની વેપારી હોય તો સોનુ ચાંદી લઇ આવવા અને જે પૈસા થાય આપી દેવાનું કહેતા, કોઠારી સ્વામીએ સોની વેપારી દિવ્યેશભાઇ જીતેન્દ્રભાઇ સીધ્ધપુરા, ઉ.વ.૨૮, રહે.ધારી, મેઇન બજાર, તા.ધારી, જિ.અમરેલી વાળા ફોન કરી વાત કરેલ, દિવ્યેશભાઈ પોતાની ધારીમાં આવેલ એન.ડી.એસ. સોનાની દુકાનમાંથી ચાંદીના ઢાળીયા નંગ - ૬ કિં.રૂ.૧,૯૮,૦૦૦/- તથા સોનાના ઢાળીયા નંગ - ૪ કિં.રૂ.૧૦,૩૭,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૩૫,૦૦૦/- ના લઇને મંદિરે ગયેલ. આ શૈલેષ છગનભાઇ ઉંધાડે ભગવાનની સુર્વણ/રજત તુલા કરેલ, અને બાદમાં બૈરાઓને દર્શન કરવા છે તમો બધા બહાર આવતા રહો તેમ કહેતા, કોઠારી સ્વામી તથા સોની વેપારી ઓફીસમાં આવતા રહેલ, અને ઘણી વાર લાગતા અને આ શૈલેષ ઓફીસમાં નહીં આવતા મંદિરમાં જોતા આ શૈલેષ છગનભાઇ ઉંધાડ સોની વેપારી પાસેથી લીધેલ સોના ચાંદીના ઢાળીયા લઇ ફરાર થઇ ગયેલ હતો, જે અંગે દિવ્યેશભાઇએ ફરીયાદ જાહેર કરતા ધારી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૩૪ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦, ૧૨૦બી મુજબ ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ આસરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમોને પકડી પાડી, મુદ્દામાલ રીક્વેર કરી તેના મુળ માલિકને મિલક્ત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા માર્ગદર્શન આપેલ હોય,
જે અનવયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમએ ઉપરોકત ગુનો કરી નાશી જનાર આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
શૈલેષ છગનભાઇ ઉંધાડ, ઉ.વ.૪૧, રહે.થાણા ગાલોળ, તા.જેતપુર, જિ.રાજકોટ.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી શૈલેષ છગનભાઇ ઉંધાડ વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે. .
(૧) સરથાણા પો.સ્ટે. (સુરત શહેર) ફ. ગુ.ર.નં. ૪૯૮/૨૦૧૯, IPC કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ (૨) માલવીયા નગર પો.સ્ટે. (રાજકોટ શહેર) કુ. ગુ.ર.નં.૮/૨૦૧૯, IPC કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ.
(૩) સી ડીવી. પો.સ્ટે.(જુનાગઢ)ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૪૨૧૧૦૧૦/૨૦૨૧,IPC કલમ ૪૦૬,૪૨૦,૧૨૦બી મુજબ.
(૪) બી ડીવી.પો.સ્ટે.(કચ્છપશ્ચિમ ભુજ) ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૩૦૦૮૯/૨૦૨૩, IPC કલમ ૪૦૬,૪૨૦ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા, આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઇ આસોદરીયા તથા પો કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.