20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ
રિપોર્ટ મંજૂર ખણુસિયા હિંમતનગર ...્ 20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ જેમા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને પાટણ નગર પાલીકા પ્રમુખ અને નીલેશભાઈ રાજગોર .પારસભાઈ. અન્ય મહાનુભાવો હાજરી આપી
#સ્થળ : હર્ષ પ્લાઝા કોમ્પલેક્ષ , ટેલીફોન એક્સચેન્જ રોડ પાટણ આજે પરીસ્થીતી બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવો અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે. ઘોડિયામાં સુતેલા બાળકે જોયેલું-જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી. બાળક થોડું મોટું થાય એટલે “ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો-ચકીબેને રાંધી ખીચડી” ની વાર્તા સાંભળે. બાળક એથી મોટું થાય એટલે રમત રમતાં ગયા ચકી ચોખા ખંડે છે, પિતાંબર પગલા માંડે છે, ચકી ગઈ ધોવા, ચકો બેઠો રોવા, રોઈ-રોઈ થાક્યો, આવી આપણી ચકીબેન એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ તથા અમેરિકા એમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં-જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે.
છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફળિયું, ફળિયામાં ઝાડ, ઓટલો-ઓશરી-ઓરડા-ગોખલા-માળિયા-અભરાઈ-દેશી નળિયા-વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક-રહેઠાણ-રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઇ ગયું છે.
ચકલીનો ખોરાક અનાજના દાણા – નાના જંતુ – કીડા – ઈયળ વગેરે છે. હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ – કીડા-ઈયળો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદુષણથી તાપમાન વધી ગયું છે. ધ્વની પ્રદુષણ પણ વધી ગયું છે. જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઇલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દુર નવા ઠેકાણા શોધે છે. જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દીવાલોમાંના અનેક બાકોરાં ચકલી – કબરોની નવી વસાહતો બને છે.
પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું કરીએ..
૧. ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા – લાકડા – માટીના બનેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય.
(વરસાદની સીધી માર કે બિલાડી ન પહોચે તે રીતે)
૨. કમ્પાઉન્ડ વોલપર પાણીનું કુંડુ રાખી શકાય – ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે – સ્નાન પણ કરી શકશે.
૩. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા –ચણ તરીકે રોજ નાખી શકાય.
૪. ઘર આગણે શક્ય હોય તો એકાદ વ્રુક્ષ લગાવી શકાય.
આટલું કર્યા પછી આપણે આગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ-ગ્રીનબીઈટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલબેન, કુકડીયો કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા – ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ સાતતાળી રમવા આવતી થશે.
આશ્વાસન એ વાતનું લઇ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે-ગામડે એકાદ ભગત પ્રભાતફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબુતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે-ત્રણ ચાસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણી ના કુંડા મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં “ચક્લીઘર” અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ અને આ વિષયે જાગૃતિ જોવા મળે છે. જેના સારા પરિણામે ફરી પાછી ચકીબેન આપણે આગણે આવતી થઇ છે. યાદ કરાવી આપ સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ યથાશક્તિ પર્યાવરણ નું જતન કરશો તેવી વિનંતી સહ....
જય વૃક્ષનારાયણ દેવ
જીવીએ વર્ષ જેટલાં
વાવીએ વ્રુક્ષ તેટલા... વ્રુક્ષ એક લાભ અનેક.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.