વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે જિલ્લા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી.
ઓગણીસમી નવેમ્બરે દુનિયાભરમાં વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે અને અકસ્માતના નવા બનાવો ના બને તેવા હેતુ થી મીણબત્તી સળગાવી દિવ્ય આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે.
વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા પાલનપુર ની જગાણા કૉલેજ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી આર.ટી.ઓ સ્ટાફ ટ્રાફિક પોલીસ સ્ટાફ અને વાહનચાલકો દ્વારા મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, આર.ટી.ઓ અધિકારી એ.એન.પંચાલ એ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાલન કરવાની સાથે ડ્રાઈવિંગ દરમિયાન કાળજી રાખવાની શપથ લેવડાવી હતી, અને ટ્રાફિક પી.એસ.આઈ જી.એમ.ભુંભાણી દ્વારા લોકોને માર્ગ પર થતા અકસ્માતોના નિવારણ માટેની વિસ્તતૃત સમજૂતી આપવામાં આવી હતી.
જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૦૪૦૨૩૮૬૨
વૉ.૯૯૨૫૯૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.