બાલાસિનોર વિધાનસભાનીબેઠકના ભાજપના ઉમેદવારે ગામડાઓમાં પ્રચાર શરૂ કર્યો,
મહિસાગર જિલ્લાના બાલાસિનોર- વિરપુર વિધાનસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર માનસિંહ ચૌહાણ તેઓનું ઉમેદવારીપત્ર રજુ કરી જંગી જાહેરસભાને સંબોધન કર્યા બાદ બુધવારથી વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણી પ્રચાર તેજ કર્યો છે લીમરવાડા,બાર,બોર, જોધપુર, ખરોડ,સારીયા,પાસરોડા, ભાટપુર,વધાસ, સાલૈયા,કોયડમ,ચીખલી,ધોરાવાડા સહિતના ગામોની મુલાકાત લઇ ગામના આગેવાનોને મળી સ્થાનિક પ્રશ્નો અંગે વાર્તાલાપ કરી રહ્યા છે
કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા આહવાન...
માનસિંહ ચૌહાણ જાહેર સભાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં રોડ-રસ્તાઓના, વીજળી અંગેના, પીવાના પાણીના અનેકવિધ કામો કર્યા છે તેમજ બાળકો, મહિલાઓ સહિત તમામ સમાજો માટે વિવિધ યોજનાઓ થકી લાભો આપ્યા છે હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો વિકલ્પ જ નથી આગામી સરકાર બહુમતીથી ભાજપની બનશે જેથી આપ સર્વેને આ વિકાસયાત્રામાં જોડાઈ ભારતીય જનતા પક્ષના કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા જણાવ્યું હતું આ ચુંટણી પ્રચારમા ખેડા જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ, જિલ્લા પંચાયત સદસ્ય પીનાકિન શુક્લ, જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારીયા, વિરપુર તાલુકા યુવા પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ,કાનાભાઈ રાઠોડ, મહોબત ભાઈ પરમાર (સરપંચ) બિજલભાઈ ઠાકોર,ઉદાભાઈ મોતી ઠાકોર પ્રદીપ ઠાકોર,અમરાભાઈ કુબા ભાઈ સેક્રેટરી સહિતના વિરપુર તાલુકાના ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.