ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, 13 GMERS મેડિકલ કોલેજના સહીત 26 વિદ્યાર્થીઓ એકસાથે કોરોનાગ્રસ્ત થયા.
અમદાવાદ : ગુજરાતના ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. તીવ્ર ગતિએ ગુજરાતના શહેરોમાં કોરોના આગળ વધી રહ્યો છે. ત્યાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. ગાંધીનગરના એકસાથે 26 વિદ્યાર્થીઓને કોરોના થયાના અહેવાલ સામે આવ્યા છે.
ગાંધીનગરના એક સાથે 26 વિદ્યાર્થીઓને કોરોના થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. જેમાં 13 મેડિકલ સ્ટુડન્ટ્સ છે. GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગરના 13 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. સાથે સાથે IIT ગાંધીનગરના પણ 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે.
ખાસ વાત એ છે કે, ગાંધીનગર શહેરમાં કોરોનાના 45 કેસો નોંધાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓ અમદાવાદની કોઇ પાર્ટીમાં ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવી રહી છે.આ ઉપરાંત IIT ગાંધીનગરના પણ 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.