ઓપન પોરબંદર જિલ્લા યોગાસન અને સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ડો.વી. આર.ગોઢાણીયા ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા કોલેજના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ. - At This Time

ઓપન પોરબંદર જિલ્લા યોગાસન અને સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ડો.વી. આર.ગોઢાણીયા ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા કોલેજના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ.


વિદ્યાર્થીઓના બૌધ્ધિક વિકાસ સાથે શારીરિક વિકાસ માટે યોગ શિક્ષણ અનિવાર્ય ડો. વી. આર. ગોઢાણીયા.
ગોસા(ઘેડ)પોરબંદર તા.૨૪/૦૭/૨૦૨૩
પોરબંદર માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત, અને સંસ્કાર ઘડતરમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં મોખરાનું સ્થાન ધરાવતી ડો. વી. આર. ગોઢાણીયા ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાને વિજેતા થતા ગોઢાણીયા કોલેજનું ગૌરવ વધારવા બદલ ગોઢાણીયા સંકુલમાં હરખની હેલી છવાઈ છે
પોરબંદરની ઇન્ટરવ્હીલ ક્લબ દ્વારા છાયા ની શ્રી કે, બી. વિદ્યાલય ખાતે ગ્રુપ-એ ૧૦થી ૧૫ઉંમર, ગ્રુપ-બી૧૬થી ૨૫વર્ષ અને ગ્રુપ-સી ૨૬ઉપરની ઉંમરની કેટેગરીના વિદ્યાર્થીઓની તાજેતરમાં ઓપન પોરબંદર જિલ્લા માટે યોગાસન અને સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા નિયુક્ત થયેલા જિલ્લાના યોગ કોર્ડીનેટર અને ગોઢાણીયા યોગા કોલેજ ડાયરેક્ટર શ્રી જીવાભાઇ ખુંટી ના માર્ગદર્શન તળે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ગ્રુપ-સી કેટેગરીમાં કોલેજના વિદ્યાર્થી શ્રી કોમલબેન દેવરુખકર યોગાસન સ્પર્ધામાં પ્રથમ સ્થાને, શ્રી ચિરાગ દેવરુખકર યોગાસન સ્પર્ધામાં દ્રિતીય ક્રમે અને કિશોર કિરણબેન સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ અને યોગાસન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા થયા હતા
તદ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા યોગકોચની પરીક્ષા લેવામાં આવી. હતી જેમાં ગોઢાણીયા યોગ કોલેજના વિદ્યાર્થી શ્રી રાજેશભાઈ જયંતીલાલ કકકડશ્રી હર્ષાબેન અરજનભાઈ દાસા, શ્રી ખીમભાઈ અરશીભાઈ મારૂ અને શાંતીબેન મુળુભાઈ ભૂતિયા પાસ થઈ ગુજરાત રાજ્ય નું ગૌરવ વધારવા બદલ આ તકે સન્માનિત કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સલગ્ન આ યોગા કોલેજનો પ્રારંભ સને વર્ષ ૨૦૨૦-૨૧માં થયો હતો. આ કોલેજ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે એક વર્ષીયડિપ્લોમા અભ્યાસક્રમમાં સવારે ૭ થી ૯ બે કલાક ચાલતો આ અભ્યાસક્રમમાં ડોક્ટરો, એન્જીનિયરો સરકારી કર્મચારીઓ પોતાની નોકરી સાથે અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે અત્યારે યોગા કોલેજમાં યોગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાકોલેજનો સંપર્ક સાધી શકે
ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયા એ જણાવ્યું અંકે આ કોલેજમાં વિદ્યાર્થીઓએ સમગ્ર યુનિવર્સિટીમાં આ કોલેજને ગૌરવ વધારવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે યોગ શિક્ષણને આપણા જીવનનો હિસ્સો બનાવવા જોઈએ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ સાથે શારીરિક વિકાસ માટે યોગ શિક્ષણ જરૂરી ગણાવ્યું હતું. આ યોગા કોલેજનું ગૌરવ વધારવા બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા,ટ્રસ્ટશ્રી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, શ્રી ભરતભાઈ વિશાણા વર્કીગ ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા કેળવણીકાર ડો. એ.આર. ભરડા મહિલા કોલેજ પ્રિન્સીપાલ ડો. કેતનભાઇ શાહ યોગા કોલેજના કોડીનેટર શ્રી જીવાભાઇ ખુંટી ડો. જયશ્રીબેન પરમાર ટ્રસ્ટના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી એડમિનિસ્ટ્રેટરશ્રી વિશાલભાઈ લોઢારી સહિતના સંકુલ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.
અહેવાલ:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.