પાલીખંડા ગામના ખેતરના ખાલી પડેલ કુવામાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
પંચમહાલ
શહેરા વન વિભાગ ની ટીમ અને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા/IHRDC દ્વારા ખાલી પડેલ કુવામાંથી મગરના બચ્ચા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
આ મગર પાલીખંડા ના ખાંટ અમરસિંહ કાનાભાઈ ના ખેતરના કૂવામાં મગર ના બચ્ચા ને જોયા બાદ જેની જાણ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. અને આર.એફ.ઓ આર.વી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમી ના મનજીત વિશ્વકર્મા તેમજ તેમની ટીમ દ્વારા મગરના બચ્ચા નું રેસ્ક્યુ કરીને સહી સલામત ઝોઝ ના જંગલ વિસ્તારના તળાવ માં છોડી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર:- વિનોદ પગી પંચમહાલ શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.