બનાસકાંઠા જિલ્લામાંથી પ્રગતિશીલ ખેડૂત તરીકે માવસરી ગામના નરબતભાઈ પટેલની પસંદગી. - At This Time

બનાસકાંઠા જિલ્લામાંથી પ્રગતિશીલ ખેડૂત તરીકે માવસરી ગામના નરબતભાઈ પટેલની પસંદગી.


બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારના માવસારી ગામના પ્રગતિશીલ ખેડૂત તરીકે જિલ્લામાંથી પસંદગી થતાં સરહદી વિસ્તારના ખેડૂતોમાં આનંદ નો માહોલ છવાયો છે...
વાવ તાલુકાના છેવાડાના માવસરી ગામના ખેડૂત નરબતભાઈ રાસંગભાઈ પટેલની ભારત સરકાર દ્વારા આયોજિત international year of millet (આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ) વર્ષ ૨૦૨૨-૨૩ તરીકે ઊજવવા નું નક્કી કરાયું હતું જેની અંતર્ગત મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોનો સંવાદ અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન આવતીકાલે તા. ૧૧.૦૧.૨૩ને બુધવારે કરાયેલ છે,જે કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી વિસ્તારના વાવ તાલુકાના માવસરી ગામના ખેડૂત નરબતભાઈ રાસંગભાઈ પટેલ,ની જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ થી સમગ્ર જિલ્લામાંથી પ્રગતિશીલ ખેડૂત તરીકે પસંદગી થઈ હતી, જેમાં નરબતભાઈનું નામ મુખ્યમંત્રીના સ્વાગત માટે પસંદ થયું છે, માટે તેઓ આવતીકાલે બુધવારે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બાજરા પાકના બુકે થી કરશે તેમજ મુખ્યમંત્રી સાથે સંવાદ કરશે જો કે જિલ્લાના છેવાડાના ખેડૂતનું નામ પ્રગતિશીલ ખેડૂત તરીકે જાહેર થતાં સરહદી વિસ્તારના આજુબાજુના પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો-૯૯૨૫૯૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon