હિંમતનગર થી એક સગીરા ને,
*હિંમતનગર થી એક સગીરા ને ભગાડી લઇ જનાર ને પોલીસ શોધી લાવી.*
હિંમતનગર ના સવગઢ માં રહેતી મુસ્લિમ સગીરા તારીખ 19/10/22 એ સવારે ટ્યૂશન અને સ્કૂલ ગયા પછી પરત ફરી ના હતી, ત્યારબાદ તેના માઁ બાપે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે સાબરડેરી પાસે આવેલ જેઠીપુરા નો યુવાન તેને ફોસલાવી ને લઇ ગયેલ છે, જેની નામજોગ ફરિયાદ તારીખ 20/10/22 એ 12: 05 એ નોંધવામાં આવી હતી, છોકરી 16 વર્ષ સગીર હોવાથી કલમ 363,366 પ્રમાણે દફતરે ગુનો દાખલ થયેલ હતો, 20 તારીખે મોડી રાત્રે ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં સી પી આઈ, જ્યોત્સ્નાબેન જી. ઓડ કે જેઓ 18 વર્ષ થી નાના બાળકોની જાતીય સત્તામણી, રેપ, શોષણ, અપહરણ જેવા પોક્સો ને લગતા કેસ હેન્ડલ કરે છે, તેઓ એ ગ્રામીણ પોલીસ ચોકીમાં થી કેસની પુરી વિગત મેળવી એ ડિવિઝન માં તેમની ઓફિસ ખાતે તપાશ નો દોર ચાલુ કરી દીધેલ હતો, તેમને પોલીસ ની ટીમો બનાવી ચારે દિશામાં શોધખોળ ચાલુ કરી દીધી હતી પરંતુ 22/10 સુધી કોઈ ભાળ ના મળતા છોકરી ના વાલી એ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં પ્રાતીજ ના મશહૂર વકીલ મોહસીન છલોટીયા ઘ્વારા કલમ 97 મુજબ સર્ચ વોરંટ માટે પીટીશન દાખલ કરી હતી જેની સુનાવણી અને સર્ચ વોરંટ ની નોટિસ 24 તારીખે મેજિસ્ટ્રેટ સાહેબે ઇસ્યુ કરી વધુ સુનાવણી વેકેશન હોવાથી 1/11/22 એ રાખવામાં આવી હતી, બીજી બાજુ પોલીસે દિવસ રાત એક કરી તપાશ નો દોર અને પૂછતાછ ચાલુ રાખી હતી પરિણામ સ્વરૂપ આજ રોજ 28/10/22 એ વડોદરા બસ સ્ટેશન માં થી શોધખોળ દરમિયાન બંને ઝડપાઈ ગયા હતા, ત્યાર બાદ છોકરી ને હિંમતનગર સિવિલમાં મેડિકલ તપાસ માટે મોકલી દીધેલ છે અને છોકરા ને કસ્ટડી માં લઇ વધુ તપાસ ચાલુ રાખેલ છે, પોલીસ ના સખત પરિશ્રમ બાદ 10 દિવસ બાદ શોધી લાવેલ છોકરી ની ભાળ મળવાના સમાચાર વાયુ વેગે ફેલાતા ટોક ઓફ ઘી ટાઉન બનેલ કેસમાં લોકો એ રાહત નો સાંસ લીધો હતો, છોકરી ને શોધી લાવવાનું શ્રેય એ ડિવિઝન પોલીસ, એલ.સી.બી. તેમજ પી.આઈ. ઓડ મેડમ ને જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.