ચાણક્ય VS ચાણક્ય:સુપ્રીમ કોર્ટે તડીપાર કર્યા તે આજે દેશના ગૃહમંત્રી, શાહે કરપ્શનના કિંગપિન કહેતાં પવારનો સણસણતો જવાબ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં જ શરદ પવારને પુણેમાં ભ્રષ્ટાચારના કિંગપિન ગણાવ્યા હતા. શાહના આ નિવેદન પર હવે શરદ પવારે વળતો પ્રહાર કર્યો છે. શરદ પવારે કહ્યું કે અમિત શાહ આ દેશના ગૃહમંત્રી છે. તેમણે મારા વિશે કેટલીક વાતો કહી. તેમણે મને દેશના તમામ ભ્રષ્ટ લોકોનો કિંગપિન કહ્યો. વિચિત્ર વાત છે. અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. NCP ચીફે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતમાં હતા ત્યારે સુપ્રીમ કોર્ટે કાયદાનો દુરુપયોગ કરવા બદલ તેમને તડીપાર કરી દીધા હતા. હવે જે વ્યક્તિને સુપ્રીમ કોર્ટે તડીપાર કર્યા હતા, તે વ્યક્તિને આજે દેશના ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી આપણે વિચારવું પડશે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. શરદ પવારે સંભાજી નગરમાં એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. અમિત શાહે શું કહ્યું?
પુણેમાં ભાજપના સંમેલનમાં 21મી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શરદ પવાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે પવારને દેશના ભ્રષ્ટાચારીઓના કિંગપીન ગણાવ્યા હતા. શાહે કહ્યું હતું કે વિપક્ષો અમારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, પરંતુ દેશની રાજનીતિમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા કિંગપિન શરદ પવાર છે. જો કોઈ રાજકારણીએ સરકારમાં ભ્રષ્ટાચારનું સંસ્થાકીયકરણ કર્યું હોય તો તે શરદ પવાર હતા અને મને આ કહેવામાં કોઈ સંકોચ નથી. તેઓ અમારા પર શું આરોપ લગાવશે, હવે અમે તેમના પર આરોપ લગાવી રહ્યા છીએ. શાહના નિવેદનથી ભડક્યા NCPના નેતાઓ
અમિત શાહના આ નિવેદન પર પવારના ભત્રીજાએ મૌન જાળવી રાખ્યું હતું પરંતુ તેમના જૂથના નેતાઓએ શાહના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. પિંપરી ચિંચવડના એનસીપી નેતા વિલાસ લાંડેએ કહ્યું કે શાહે આવું નિવેદન ન આપવું જોઈએ. શરદ પવાર સાહેબ છેલ્લા 60 વર્ષથી રાષ્ટ્રીય રાજકારણમાં છે અને તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી. ભાજપે શરદ પવાર વિશે વધુ વાત ન કરીને પોતાની ભૂલ સુધારવી જોઈએ. શાહના આરોપો પર સુપ્રિયાએ શું કહ્યું?
NCP નેતા સુપ્રિયા સુલેએ શરદ પવારને 'ભ્રષ્ટાચારના કિંગપિન' કહેવા બદલ મોદી સરકાર પર વળતો પ્રહાર કર્યો હતો. સુલેએ કહ્યું કે આજે જે વ્યક્તિ પર ગૃહમંત્રી ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે તે જ મોદી સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. ભાજપે જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તેમાંથી મોટાભાગના નેતાઓ આજે ભાજપમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.