લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ગઢડા તાલુકામાં ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ગઢડા તાલુકામાં ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન


લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ગઢડા તાલુકામાં ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં 10 ટકાથી વધુ તફાવત હોય તેમજ 50 ટકાથી ઓછું મતદાન હોય તેવા મતદાન મથકોએ મતદાનનું પ્રમાણ વધે તે માટે ખાસ “ચુનાવ પાઠશાલા” થકી મતદાન જાગૃતિનો નવતર પ્રયાસ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે તેમજ તેમજ ટી.આઈ.પી. નોડલ અધિકારી વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના વડપણ હેઠળ ચુનાવ પાઠશાલા અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં મતદાન જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મહત્તમ મતદાન માટે ગ્રામજનોને પ્રેરિત કરવા માટે ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ જેમ કે,તલાટી કમ મંત્રીશ્રીઓ,શિક્ષકો,બી.એલ.ઓ બી.એલ.ઓ.સુપરવાઇઝર, આંગણવાડી વર્કર બહેનો,તેડાગર બહેનો,આશા વર્કર એફ.એચ.ડબલ્યુ, બિનરાજકીય સામાજિક આગેવાનો, સ્વ-સહાય જૂથના સભ્યો સહિતના આગેવાનો દ્વારા શેરી મીટીંગનું આયોજન કરવામાં આવશે.લોકસભા સામાન્ય ચૂંટણીમાં બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં 10 ટકાથી વધુ તફાવત હોય તેમજ 50 ટકાથી ઓછું મતદાન હોય તેવા મતદાન મથકોએ મતદાનનું પ્રમાણ વધે તે માટે ખાસ “ચુનાવ પાઠશાલા” યોજાશે.જે અંતર્ગત ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આગામી 15 એપ્રિલથી ગઢડા તાલુકાના તમામ ગામોમાં ક્રમશ: ચુનાવ પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામલોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સપરિવાર મતદાનનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.