મહીસાગર જીલ્લામાં વરરાજા લગ્ન કર્યા વગર પાછા આવ્યા - At This Time

મહીસાગર જીલ્લામાં વરરાજા લગ્ન કર્યા વગર પાછા આવ્યા


સંતરામપુરના વાંકડીથી જાન ગોધર ગામે ગઇ હતી.સંતરામપુરના વાંકડી ગામે જાનૈયાઓ પર સામાન્ય વાતે 15થી 20ના ટોળાએ હૂમલો કર્યો હતો. જેમાં જાનૈયાઓને ઇજા પહોંચી હતી. જાનૈયાઓ જાન બચાવવા ભાગીને સંતરામપુર આવી ગયા હતાં અને વરરાજા પણ લગ્ન કર્યા વગર જ પરત ફર્યા હતાં. સંતરામપુર પોલીસમાં 15થી 20ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી.વાંકડીથી ગોધર ગામે જાન લઇને લગ્ન કરવા માટે ગયેલા હતા. બાર વાગે લગ્નના સમય દરમિયાનમાં અચાનક 15 થી 20 જેટલા ટોળાઓ બુમ બરાડા કરી મૂક્યા હતા. જાનૈયા તરફથી કહેવામાં આવેલુ કે તમે બૂમો કેમ પાડો છો ? એટલુ જ કહેતાં 15 થી 20 જેટલા એક સાથે ખુરશીઓ ઉપાડીને જાનૈયાઓ પર હુમલો કર્યો હતો અને ગેરકાયદેસર મંડળી બનાવીને જાનૈયા ઉપર મારવા માટે તૂટી પડ્યા હતા. મોટી સંખ્યામાં જાનૈયાઓને ઇજાઓ થતા સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જાનૈયાઓ અને વરરાજા પોતાની જાન બચાવવા માટે ચાલુ મંડપમાંથી ભાગીને સંતરામપુર આવી પહોંચ્યા હતા.અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર પોલીસે ભગવાનભાઈ રાવજીભાઈ રાઠોડ અને બીજા અન્ય 15 થી 20 સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પરંતુ વરરાજા લગ્ન કર્યા વગર પાછા આવી ગયા હતા.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.