સાબરકાંઠા.. હિંમતનગર ગ્રામ્ય પોલીસે દેરોલ માંથી.. - At This Time

સાબરકાંઠા.. હિંમતનગર ગ્રામ્ય પોલીસે દેરોલ માંથી..


સાબરકાંઠા..

હિંમતનગર ગ્રામ્ય પોલીસે દેરોલ માંથી..જુગાર રમતા 6 શકુનિયોને ઝડપ્યા
ખાનગી બાતમીના આધારે 6 શકુનિયોને ગ્રામ્ય પોલીસે પકડયા
દેરોલ ગામે રાવળ વાસમા સ્ટ્રીટ લાઈટના અજવાળે શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા
તીન પત્તિ ની રમત રમતા ઝાડપયા
દીનેશજી બલાજી ખાટ
ભગવતસિંહ કેદારસિંહ ઝાલા
ઇન્દ્રજીતસિંહ સજ્જનસિંહ રાઠોડ
મખુસિંહ ધુલસિંહ ઝાલા
દિલીપભાઈ કાંતિભાઈ ભગી
અનિલભાઈ પુનભાઈ ભંગી ઝડપાયા હતા....

દેરોલ ગામેથી શ્રાવણીયો જુગાર રમતા છ શકુનીઓને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિમતનગર ગ્રામ્ય પોલીસ પોલીસ મહાનિરિક્ષકશ્રી , અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાધેલા સાહેબ દ્વારા હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોઇ જે અન્વયે કેટલાક વ્યક્તિઓ દ્વારા ચોરી છુપીથી જુગાર રમવાની પ્રવૃત્તિઓ કરતા હોઇ જે જુગારના કેસો શોધી કાઢવા સુચન કરેલ હોઇ તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી , કે.એચ.સુર્યવંશી હિમતનગર વિભાગ , હિમતનગર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હિમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં શ્રાવણીયો જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે અમો વાય.બી.બારોટ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર , તથા પો.સ.ઇ.શ્રી જે.એ.રહેવર તથા અ.હે.કો.રાજેશકુમાર દલજીભાઇ બ.નં .૬૧ તથા અ.પો.કો.હરપાલસિંહ સોનસિંહ બ.નં .૧૧૧૭ તથા અ.પો.કો.ચંદુભાઇ નાનજીભાઇ બ.નં .૩૦૦ તથા અ.પો.કો.ગજેંદ્રસિંહ બળવંતસિંહ બ.નં .૦૪૭ તથા ડ્રા.પો.કો.જતીનભાઇ નટવરભાઇ બ.નં .૧૨૯ એરીતેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન અ.પો.કો.હરપાલસિંહ સોનસિંહ બ.નં .૧૧૧૭ ને ટેલીફોનીક બાતમી હકીકત મળેલ કે , દેરોલ ગામે રાવળ વાસ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો હારજીત પાના - પત્તા નો જુગાર રમે છે તે હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ જતા ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગોળ ફરતા બેસી હાર - જીત નો ગંજીપાના રમતા હોય કોર્ડન કરી છ ઇસમો ( ૧ ) દિનેશજી બલાજી ખાંટ ( ૨ ) ભગવતસિંહ કેદારસિંહ ઝાલા ( 3 ) ઇન્દ્રજીતસિંહ સજ્જનસિંહ રાઠોડ ( ૪ ) મખુસિંહ ધુળસિંહ ઝાલા ( ૫ ) દિલીપભાઇ કાંતીભાઇ ભંગી ( ૬ ) અનીલભાઇ પુનમભાઇ ભંગી તમામ રહે.દેરોલ તા.હિમંતનગર જિ.સાબરકાંઠા મળી આવેલ જે આરોપીઓના અંગ ઝડતીમાંથી મળી આવેલ રૂ .૧૫૮૧૦ / -તથા દાવ ઉપરના રોકડ રૂપિયા ૧૪૦૦ / - તથા ગંજી પાના નંગ - પર કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ રૂ .૧૭,૨૧૦ / - નો મુદામાલ મળી આવેલ હોય તેઓ વિરુધ્ધ કયદેસરની કાર્યવાહી કરેલ છે . આમ હિમતનગર ગ્રામ્ય પોલીસ ને શ્રાવણીયા જગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સકળતા મળેલ છે .

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.