પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


લુણાવાડા તાલુકાના રામપુર પાદેડી ખાતે આવેલ પરીમલ હાઈસ્કૂલ શાળા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આમ ભારત સરકારશ્રીના આયુષ મંત્રાલય નવી દિલ્હી દ્રારા દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના અંતર્ગત આજરોજ પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડીના આચાર્ય
પ્રદીપભાઈ પટેલ દ્વારા વિધાર્થીઓને
વિશ્વ યોગ દિવસની માહીતી અને યોગનુ જીવનમા મહત્તમ સમજાવી અને યોગની શરૂઆત કરવામાં આવી હતી.આમ યોગદિવસ અંતર્ગત કાર્યક્રમની શરુઆત નમસ્કાર મુદ્રા, પ્રાણમુદ્રા, પ્રુથ્વીમુદ્રા જેવી વિવિધ ધ્યાન મુદ્રા દ્વારા કરાઇ. ત્યારબાદ યોગ શિક્ષક કીરપાલ સિંહ તથા વિપુલભાઈ પટેલ સાહેબ દ્વારા  વિગતવાર સમજુતી સાથે અનુલોમ-વિલોમ,ભ્રામરી,કપાલભાતી જેવા પ્રાણાયામ અનેતાડાસન, વ્રુક્ષાસન, ત્રિકોણાસન, શશાંકાસન, પાદહસ્તાસન,પદ્માસાન,વક્રાસન, શવાસન વગેરે જેવા વિવિધ આસનો કરાવ્યા ત્યારબાદ યોગના મહત્વ વિશે સમજાવ્યુ અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.