વિકાસના નામે પૈસાનો વેડફાટ : અમરેલી નગરપાલિકા દ્વારા એક જ રોડ ને ૩ વાર બનવવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ozhveybub8pf7c0q/" left="-10"]

વિકાસના નામે પૈસાનો વેડફાટ : અમરેલી નગરપાલિકા દ્વારા એક જ રોડ ને ૩ વાર બનવવામાં આવ્યો


અમરેલી માં એક જ રોડ ૩ વાર બનાવવામાં આવ્યો આ રોડ પર સિવિલ હોસ્પિટલ,સાંસદ ની કાર્યાલય, કલેકટર ઓફિસ તેમજ નજીકમાં જીલ્લા પંચાયત જેવી સરકારી કચેરીઓ આવેલી છે આ રોડ પર જ વિકાસ ના કામો જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે નગરપાલિકા દ્વારા આ રોડ ને બનાવવામાં આવે છે પરંતુ થોડાક જ સમય માં આ રોડ બિસ્માર થતાં રોડ ને રીપેર કરવામાં આવ્યો હતો અને મીડિયા માં આવતા ફરી આ રોડ બનાવવામાં આવે છે તો શું જનતાના પૈસા નો નગરપાલિકા ના સત્તાધીશો બેફામ વેડફાટ કરતા હશે નગરપાલિકાના સતાધીશો અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હશે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અમરેલી શહેર માં લગભગ બધી જગ્યાએ સીસી રોડ બની ગયા છે ભાજપ શાસિત નગરપાલિકા એ અમરેલીમાં ઘણા વિકાસ ના કાર્યો કર્યા છે પરંતુ આવા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ને ઓછી ગુણવત્તા વાળો બનાવવામાં આવતો હોય તો જ આ રોડ ને ફરી નિર્માણ કરવાની પરિસ્થિતિ ઉભી થાય તો શું અમરેલી માં અન્ય સીસી રોડ બનાવવામાં આવ્યા છે તો આ બધા રોડ ને પણ ફરી બનવવામાં આવશે તો આ નગરપાલિકા ને આવા કોન્ટ્રાક્ટરો ની ગેરનીતિ સામે નહિ આવી હોય જો વિકાસ શબ્દનું વર્ણન એવું કરવામાં આવે છે કે,વિકાસ રોડે ચડ્યો, વંડીએ ચડ્યો, ભુરાયો થયો,આવા શબ્દો છેલ્લા ઘણા સમય થી જાહેરમાં બોલાઈ રહ્યા છે તો આ કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરવામાં આવશે કે નહિ તે તો હવે આવનારો સમય જ બતાવશે.કહેવાય છે ને ખેડૂતો દ્વારા પાક નું વાવેતર કરવામાં આવતું હોય છે જો એક છોડ માં ઈયળો,જંતુઓ આવે તો આખા પાક ને નુકશાન કરે છે જેનાથી ખેડૂત ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે જો ખેડૂત આ સમસ્યાનો પહેલા જ હલ કરવામાં આવે તો ખેડૂત ને આર્થિક કે અન્ય મુશ્કેલી નો સામનો ન કરવો પડે જો એવું માનવામાં આવે અમરેલી નગરપાલિકા એ ખેડૂત છે અને પાક છે અમરેલી ની જનતા છે હવે જે બાકી રહેલ એટલે કે પાક ને નુકશાન કરનાર જંતુઓ છે તેમ જનતા ના પૈસા નો બેફામ વેડફાટ કરનાર એજન્સી ઓ છે જો ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અગાઉ પગલા ભરવામાં નહીં આવે તો લોકો ને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડશે અને લોક મુખે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જે સિવિલ હોસ્પિટલ પાસે ફરી એટલે કહી તો આ રોડ ને ત્રીજી વાર બનાવવામાં આવે છે તો શું ગેરંટી કે આ રોડ માં ગુણવતા વાળો હશે કેમ કે પહેલી વાર રોડ બનવામાં આવ્યો ત્યારે થોડાક સમયમાં બીસ્માર બની ગયો હતો નવા બની રહેલ રોડ માં કોન્ટ્રકટર દ્વારા ફરી પૈસાનો વેડફાટ કરવામાં નહિ આવે તો આની ખાત્રી શું નગરપાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે કડક માં કડક પગલા ભરાવવામાં આવે અને આ એજન્સી ને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેમજ કોન્ટ્રાકટર ને કામ ન આપવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે

રિપોર્ટ :- અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]