ભાઈના ત્રાસથી કંટાળી પારૂલબેને ફીનાઇલ ગટગટાવી
નાણાવટી ચોક પાસે રામશ્વર ડેરીની સામે રહેતાં પારૂલબેન પ્રવીણભાઈ જાદવ (ઉ.વ.35) ગતરોજ યુનિવર્સિટી પોલીસ મથક પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે મહિલાના ભાભીએ જણાવ્યું હતું કે, પારૂલબેનને સંતાનમાં એક પુત્રી છે અને તેના છૂટાછેડા થઈ ગયેલ છે.હાલ તેઓ તેના પિતાના ઘરે રહે છે. જ્યારે તેનાથી અલગ બીગબઝાર પાસે રેહતો તેનો સગો ભાઈ હિતેષ તેને અવારનવાર હેરાન કરતો હોઈ જેથી તેના ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.