બાલાશિનોર મામલતદાર આપ એટલા વ્યસ્ત છો કે કોઇ અરજીના જવાબ આપતા નથી
બાલાશિનોરના જાગૃત નાગરિકે પથ્થર કશીંગથી ઉડતી રજકણ માટે દોઢ માસ પૂર્વે અરજી કરી હતી રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી રજકણો, છતાં કોઈ જ કાર્યવાહી નહીં.. કારણ?
મામલતદારશ્રી, બાલાશિનોર જીઆઇડીસીમાં પથ્થરો કશ કરતી 10 જેટલી ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં પથ્થર કશ થતાં ખુબ જ રજકલો ઉડે છે. આપને જાણ છે કે આવા રજક્યોથી સિલિકોસિસ જેવી જીવલેલ બીમારી થાય છે. આપને ખ્યાલ હશે કે જીઆઈડીસીની એક કિલોમીટરની અંદર સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ લાઈન અને ધર્માલયો આવેલા છે. તેને કારણે ત્યાં રહેતા રહીશોને બીમારીનો ભોગ બનશે તેવી ભીતિ સેવાઈ રહી હોવાથી એક જાગૃત નાગરિકે આપને દોઢ મહિના પહેલાં યોગ્ય કાર્યવાની કરવા અરજી કરી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. આપને યાદ હશે કે બાલાશિનોર અને વીરપુર તાલુકામાંથી સફેદ પથ્થરોનો કાળો કારોબાર રાત્રિના સમયે ટ્રકો અને ટ્રેક્ટરોમાં થતો હોવાથી અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. ત્યારે આપ કેમ કોઈ પગલા લેતા નથી. શું આપનું તંત્ર આ કારોબારમાં સ્લીપીંગ પાર્ટનર છે ? જવાબની રાહ તાલુકાવાસીઓ જોઈ રહ્યા છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.