મુળીના નવાણીયા ગામે આંગણવાડી સામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
તા.13/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની બોટલો નં.1063 કિ.રૂ.1,18,300 તથા બીયર ટીન નં.674 કિ.રૂ.67,400 એમ કુલ મળીને કિ.રૂ.1,85,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
મૂડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતાં ખાનગી બાતમી આધારે હકીકત મળતા કે યુવરાજસિંહ કિરપાલસિંહ પરમાર તથા નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર રહે બંને નવાણિયા મુળી વાળાઓએ નવાણીયા ગામે આંગણવાડી સામે યુવરાજસિંહ કિરપાલસિંહ પરમાર ના નવા બનેલ રહેણાંક મકાનમાં પોતાના કબ્જા ભોગવવામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી ઉતારી સંતાડી રાખેલ છે તેવી ચોક્કસ હકીકત મળતા એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા,પો.હે.કો. અમર કુમાર કનુભા, જયેન્દ્રસિંહ સહીત સમગ્ર ટીમ દ્વારા પૂરતી તૈયારી સાથે બે પંચોના માણસોને સાથે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જગ્યાએ નવાણિયા ગામે આંગણવાડી ની સામે આરોપીના નવા બનતા રહેણાંક મકાનમાંથી તેમજ બાજુમાં આવેલ બાવળીની કાંટમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય વિદેશી દારૂનો નાની મોટી સીલબંધ બોટલો નં.1063 કિ.રૂ.1,18,300 તથા બીયર ટીન નં.674 કિ.રૂ.67,400 એમ કુલ મળીને કિ.રૂ.1,85,700 નો મુદ્દામાલ મળી આવેલ તેમજ આરોપી યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર રહે બંને નવાણિયા મુળી વાળાઓ હાજર નહીં મળી આવી ગુનો કરેલ તમામ મુદ્દામાલ કબજે કરી મજકૂર આરોપીઓ વિરુદ્ધ મૂડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.