મહુવા-ધોલા ટ્રેન 13 જુલાઈથી ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી દોડશે
મહુવા-ધોલા ટ્રેન 13 જુલાઈથી ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી દોડશે
મહુવા-ધોલા ટ્રેનને ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી દોડાવવા માટે રેલવે બોર્ડ તરફથી મંજુરી
રેલવે બોર્ડે મહુવા-ધોલા પેસેન્જર ટ્રેનને ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી લંબાવવાની મંજુરી આપી, મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 13 જુલાઈ, 2023 (ગુરુવાર) થી ભાવનગર ટર્મિનસથી મહુવા સુધી દોડશે. આ ટ્રેનોનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-મહુવા-ધોલા વિસ્તારિત (ભાવનગર ટર્મિનસ સુધી) ટ્રેન 13.07.2023 થી 07.40 કલાકે મહુવાથી ઉપડશે અને તે જ દિવસે 13.20 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ધોલા - મહુવા વિસ્તારિત (ભાવનગર ટર્મિનસ સુધી) ટ્રેન ભાવનગર ટર્મિનસથી 13.07.2023 (ગુરુવાર)થી 16.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.30 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેનો તેમના નિર્ધારિત સ્ટોપેજ ઉપરાંત બંને દિશામાં ભાવનગર પરા અને સિહોર જં. ખાતે ઉભી રહેશે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.