સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમને ખુલ્લો મુકતા નાયબ મુખ્ય દંડક - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમને ખુલ્લો મુકતા નાયબ મુખ્ય દંડક


કેન્દ્ર અને રાજ્ય સરકાર કલાવૃંન્દોમાં રહેલી કલા અને કુશળતાને બહાર લાવવા કટીબદ્ધ

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લાકક્ષા કલા મહાકુંભ કાર્યક્રમને આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદહસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર કલાવૃંન્દોમાં રહેલી કલા અને કુશળતાને બહાર લાવવા કટીબદ્ધ છે વિવિધ વય જુથના કલાકારોની કલાત્મક પ્રતિભાઓને પ્રગટ કરવા અને તેમના કલા ક્ષેત્રમાં નવું યોગદાન આપવા માટે સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ જેવા કાર્યક્રમો ખૂબ મહત્વના બની રહે છે વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાઓનો વિકાસ થાય છે અને તે પોતાને વધુ સશક્ત અને પ્રતિભાશાળી બનાવી શકે છે જિલ્લા કક્ષાનો કલામહાકુંભ કલાકારોમા રહેલ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે એક સ્ટેજ પુરું પાડશે એમ ઉમેરી સૌ કલાકાર મિત્રો અને નિર્ણાયકોને અભિનંદન પાઠવી કલા ક્ષેત્રે ખુબ પ્રગતિ કરવા શુભેચ્છાઓ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાકક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૧૩ જાન્યુઆરી સુધી યોજાનાર આ કાર્યક્રમમાં રાસ, ગરબા, લગ્ન ગીત જેવી વિવિધ પ્રકારની ૨૩ જેટલી સ્પર્ધાઓનો સમવેશ કરવામાં આવ્યો છે આ પ્રંસગે નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.પઠાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત સહિત નિર્ણાયકઓ, શિક્ષકઓ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image