બોટાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ
બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયે નાગરિકોને ઉદ્યોગ તથા રોજગારને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,ઔદ્યોગિક સહકારી મંડળી,લીડ બેંક(સરકારી-ખાનગી),જિલ્લા રોજગાર કચેરી,શ્રમ આયુક્તની કચેરી,આઇ.ટી.આઇ કચેરી,આત્મા કચેરી,ખેતીવાડી-બાગાયત વિભાગો સહિત વિવિધ વિભાગો અને બોટાદના ઓદ્યોગિક એકમો દ્વારા લાઇવ સ્ટોલ ઉભા કરાશે જેમાં ઉદ્યોગોમાં થતી કામગીરી લોકો પ્રત્યક્ષ નિહાળી શકે તેવું સુદઢ આયોજન કરવાની સાથોસાથ લોકઉપયોગી માહિતીને અગ્રતા આપવા,ઉદ્યોગ,વેપાર,ધંધાનો વિકાસ થાય તે જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B,B2C અને B2G કાર્યક્રમનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા ઉપરાંત સંબંધિત કમીટીના તમામ સભ્યોને સોપાયેલી કામગીરીને આખરી ઓપ આપવા જરૂરી સુચનો કર્યાં હતાં.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા, બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર એફ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર,પ્રાંત અધિકારી દિપક સતાણી સહિતના જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.