બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી. ડી. પલસાણા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ સંબંધિત કચેરીઓને લોકપ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા સુચના આપી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પલસાણા બોટાદ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી. ડી. પલસાણાનાં અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અનેફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પી. ડી. પલસાણાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી તેમજ પદાધિકારીશ્રીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓનાં નિવારણ માટે સૂચનો કર્યા હતા. આગામી સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ભાવનગર પ્રવાસને લઈ બોટાદ જિલ્લા વહીવટી તંત્રને સુચારૂ આયોજન કરવા અને આયોજનમાં સહયોગ આપવા ઈન્ચાર્જ કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી. સાથોસાથ તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. લોકોનાપ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ લાવવા ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પી. ડી. પલસાણા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ અધિકારીઓને માર્ગદર્શક સુચનો આપ્યા હતાં. બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે કર્યુ હતું. આ બેઠકમાં એસપીશ્રી કિશોરભાઈ બલોલિયા, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, કલેક્ટર ટુ વનશ્રી રાજેશ્રી વર્ગવાણી સહિત 23 વિવિધ વિભાગોનાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.