ધંધુકા માં શ્રી ગણેશ ગ્રુપ દ્વારા પૂજા,યજ્ઞ માં ઉપયોગી દરેક વસ્તુનું એકઝીબિસન યોજાયું
ધંધુકા માં શ્રી ગણેશ ગ્રુપ દ્વારા પૂજા,યજ્ઞ માં ઉપયોગી દરેક વસ્તુનું એકઝીબિસન યોજાયું
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં સોની વાડી ખાતે
શ્રી ગણેશ ગ્રુપ દ્વારા ભારતમાં પહેલી વાર કર્મકાંડી બ્રાહ્મણો માટે પૂજા,યજ્ઞ માં ઉપયોગી દરેક વસ્તુનું એકઝીબિસન રાખવામાં આવ્યું હતું,જેમાં ભાર્ગવભાઈ રાવલ તેમજ તેમની ટીમ દ્વારા સંપૂર્ણ આયોજન કરેલ હતું, તેમજ સંપૂર્ણ ગુજરાતના દરેક ક્ષેત્રમાંથી 500 થી વધારે બ્રાહ્મણોએ પણ આવ્યા અને સંતો મહંતોની પધરામણી પણ કરવામાં આવી હતી.
શ્રી ગણેશ ગ્રુપ દ્વારા પૂજા સાહિત્યમાં કર્મકાંડના સાહિત્યમાં અનેક નવી વસ્તુઓ લોન્ચ કરી છે અને જેનો સફળ પૂર્વક વહેંચાણ પણ થયું છે. અલગ અલગ દિવસે ભૂદેવો એમની અનુકૂળતાએ પધારીને વિપુલ માત્રામાં વસ્તુઓને ખરીદે છે જેનો ગણેશ ગ્રુપ ખૂબ ખૂબ આભારી છે.
ભારતમાં અને ગુજરાતમાં સૌપ્રથમવાર ભવ્ય એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે જેમા ગણેશ ગ્રુપ દ્વારા મળતી નાનામાં નાની વસ્તુ થી લઈને મોટામાં મોટી રહેલી તમામ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવશે. આ પ્રદર્શનમાં રાખેલી તમામ વસ્તુઓને જોવા તથા ખરીદવા માટે ગણેશ ગ્રુપ દ્વારા તમામ ભૂદેવોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.