જસદણ ભાજપના યુવા સિનિયર આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાનો આજે જન્મદિન
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને રાજકોટ જીલ્લા ભાજપ કારોબારી સભ્ય અલ્પેશભાઈ રૂપારેલિયા (મો.<a href="tel:9824905171">9824905171) આજે બુધવારે પોતાની જીવનયાત્રાના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં તેમને વિવિધ માધ્યમો દ્વારા જન્મદિનની શુભેચ્છા મળી રહી છે રાજવીને શોભે એવી ભદ્રતા રાખનારા લેઉવા પટેલ સમાજના અલ્પેશભાઈ રૂપારેલિયા ભુતકાળમાં અઢી વર્ષ જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ તરીકે સેવા આપી જેમાં ભાજપના તમામ પધાધિકારીઓ, અધિકારીઓને સાથે રાખી કરોડો રૂપિયાના વિકાસના કામો કરાવ્યાં તે રેકોર્ડ છે યુવા અવસ્થામાં રાજકીય મહારથીઓ ભુપેન્દ્રભાઈ પટેલ, સી આર પાટીલ, પરસોત્તમભાઈ રૂપાલા, કુંવરજીભાઈ બાવળીયા, ડો.ભરતભાઈ બોઘરા, મનસુખભાઈ માંડવીયા, મોહનભાઈ કુંડારિયા, જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ ધડુક, જયરાજસિંહ જાડેજા, રમેશભાઈ ટીલાળા જેવાં મહાનુભવોની ગુડ બુકમાં સ્થાન પામેલા અલ્પેશભાઈ સાથોસાથ રાષ્ટ્રવાદીના બણગા ફૂંકયા વગર અનેક સંસ્થાઓ સાથે સંકળાય પોતાની સેવા ભેદભાવ વગર મુંગા મોઢે લાંબા સમયથી કરી રહ્યા છે જે થકી અનેક લોકોને લાભ મળ્યો છે જસદણ શહેરના છેવાડાના નાગરિકોને મદદરૂપ અને સહભાગી બનાવનારા અલ્પેશભાઈ રૂપારેલિયાને ઘણું જીવે એવી શુભેચ્છા અને શુભકામનાઓ સૌરાષ્ટ્રભરમાંથી મળી રહી છે અલ્પેશભાઈ રૂપારેલિયા જસદણ મો.<a href="tel:9824905171">9824905171
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.