જૂનાગઢપોલીસ દ્વારાસિનિયરસિટીજન અરજદારને પોતાના મકાનનો કબ્જોપરત અપાવીને સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયિત્વ નિભાવ્યું - At This Time

જૂનાગઢપોલીસ દ્વારાસિનિયરસિટીજન અરજદારને પોતાના મકાનનો કબ્જોપરત અપાવીને સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયિત્વ નિભાવ્યું


જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છેએ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ શહેરના જોશિપુરા વિસ્તારમાં પોસ્ટલ સોસાયટી ખાતે પોતાના મકાનમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજરાન ચલાવતા 70 વર્ષીય સિનિયર સીટીઝન પોતાના પુત્ર સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાને સંતાનમાં એક દીકરો જ હોઈ, પોતે રીટાયર્ડ હોઈ, જીવન ગુજરાન ચલાવવા આ ઉંમરે પોતાનું મકાન એક મહિલા કે પોતાને એક બે માસ પૂરતું મકાન ભાડે જોતું હોવાનું જણાવી, મકાન ભાડે રાખેલ હતું. પોતાના પાસે પોતાના મકાન સિવાય કોઈ મિલકત નથી. પરંતુ, પોતાના મકાનની નીચે આવેલ મકાનનો એક રૂમ ભાડાની આવક થાય તેવા હેતુથી, જરૂરિયાત મંદ મહિલા ભાડુઆતને ભાડે આપી હતી, ભાડું મામૂલી રકમ હોઈ, એકાદ મહિનો ભાડું આપ્યા બાદ એમનું ભાડું પણ આપતા નથી તેમજ બે મહિના જેટલો સમય થવા છતાં, ખાલી કરતા નથી અને ભાડું પણ આપતા નથી. ઉલ્ટા મકાન ખાલી કરવાનું કહેતા, તમારે જાવું હોય ત્યાં જાવ, મકાન ખાલી થશે નહિ, તેવું જણાવતા હોઈ, અને મહિલા ભાડુઆત હોય, આ ભાડુઆતને બાકી ભાડું રૂ. 1,500/- અપાવવા તથા મકાન ખાલી કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ, પીએસઆઇ જે.એચ. કછોટ, સ્ટાફના હે.કો. કે.ડી.રાઠોડ, ભૂપતભાઇ, મોહસિનભાઈ, પ્રશાંતભાઈ, કરસનભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે ભાડે રાખી, ખાલી નહીં કરેલ મહિલા ભાડુઆતને પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆત વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ ના કાયદા અન્વયે કાર્યવાહી કરવા જણાવતા જૂનાગઢ પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા, ભાડુઆત અરજદાર સિનિયર સિટીઝનની મકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ અને મકાન ખાલી કરી, ચાવી સોંપીઆપેલ હતી. ભાડુઆત દ્વારા ભવિષ્યમાં કોઈ હક્ક દાવો નહિ કરે અને પોતાનો દુકાન ઉપર કોઈ અધિકાર નથી, તેવું અરજદારને જણાવી પણ દેવામાં આવેલ હતું. વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર હવેથી તકેદારી રાખવા વિનંતીપણ કરવામાં આવેલ હતી.અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન મકાનનો કબ્જો ભાડુઆત સાથે મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરી, પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન મકાન હાથમાંથી જતી રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, જોષિપુરા પોલીસ ચોકી ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથીજૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદારને પોતાના મકાનનો કબ્જો પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવીપોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.