શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ) ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો - At This Time

શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ) ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો


શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ) ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ)ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાલીતાણા,બગદાણા,ભગુડા,ગૌતમેશ્વર(શિહોર),ખોડિયાર મંદિર(રાજપરા)જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં ધોરણ બાલવાટિકાથી ધોરણ 10 ના 310 જેટલાં વિદ્યાર્થીઓ અને 15 જેટલાં શિક્ષકો જોડાયા હતાં. દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ મોજ મસ્તી, આનંદ ઉત્સાહ સાથે સફળતા પૂર્વક પ્રવાસ પૂર્ણ કર્યો હતો. પ્રવાસને સફળ બનાવવા શાળાનાં પ્રમુખ શ્રી વિનોદભાઈ કાલસરિયા, મંત્રી વિજયભાઈ ઘાઘરેટિયા,આચાર્ય અરવિંદભાઈ બાવળીયા,ઇન્ચાર્જ વિપુલકુમાર ડેરવાળિયા તેમજ શૈક્ષિણક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.