ઇડરના રાવોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
*ઇડરના રાવોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ*
**
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના રાવોલ ગામે આત્મા/ ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી થકી માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિષે ખેડૂતોને માહિતી આપી હતી. સાથે જ ખેતી વાડી શાખાની યોજનાઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોએ પોતાના ઘર પુરતી શાકભાજી અને ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવાની બાહેંધરી આપી હતી.આ તાલીમમાં ગામના ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.